GSTV

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Last Updated on July 27, 2021 by Pritesh Mehta

પોતાના ઘૂંટણની સંભાળ તમને લાંબા સમય સુધી ગતિશીલતા, લચીલાપણું અને જીવનશૈલીને જાળવી રાખવા માટે જરૂરી છે. શરીર હંમેશા કોઈ બીમારી પહેલા ચેતવણીના સંકેતો ચોક્કસ આપે છે. આપણે આ સંકેતોની અવગણના ન કરવી જોઈએ અને તેને ઓળખી હેલ્થી ઘૂંટણ માટે સમયસર તેની ઉપચારાત્મક ઉપાય કરવાની જરૂર છે. ઘૂંટણ પગ અને શરીરના અન્ય ભાગો વચ્છસનો એક મહત્વનો સાંધો છે એટલે શરીરને જમીન પર સંતુલિત કરવા માટે સૌથી વધુ તણાવ સહન કરવો પડે છે. તેમાં નમવું, વાળવું, ચડવું ઉતરવું વગેરે કર્યો સહન કરવા પડે છે. એ જ રીતે તમારા શરીરના અન્ય સાંધાઓને પણ મજબૂત રાખવા જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો તમારી કેટલીંક ભૂલ ઘૂંટણની સહે સાથે અન્ય સાંધાઓને પણ નુકશાન પહોંચાડે છે અને તમને લાંબા સમય સુધી તેની તકલીફો વેઠવી પડી શકે છે. સાંધાઓને મજબૂત કરવાના ઉપાયો તરીકે તમારે આજે જ તમારે આ ભૂલો કરતા બચવું જોઈએ.

ઘૂંટણ

તમારી જ ભૂલો બનાવી શકે છે તમારા ઘૂંટણ નબળા

દુ:ખાવો ન અવગણો

આપણા શરીરમાં ક્યારેક ક્યારેક કોઈને કોઈ દુખાવો થતો જ રહે છે. મોટાભાગે આપણે વગર કોઈ તકલીફે તે દર્દથી મુક્ત થઇ જ જઈએ છીએ. પરંતુ તમને કોઈ પ્રકારનો દુખાવો છે અને નિયમિત જીવનમાં એક સપ્તાહથી વધુ સમય માટે છે તો તમારે તેના કારણો જાણવા જરૂરી છે,. પ્રારંભિક અવસ્થામાં એક નાની ઇજાની સારવાર જૂની ઈજાની સરખામણીમાં યોગ્ય રીતે થાય છે.

વધુ વજન

ઘૂંટણના સાંધા શરીરનો ચાર ગણો ભાર ઉંચકી શકે છે. તો, તમારા શરીરમાં એક કિલો વજનનો વધારો તમારા ઘૂંટણ પર 4 કિલો વધારાનું વજનનો બોજ નાખે છે. આ વધારોનું દબાણ 2 કઠોર બોની સીરો વચ્ચે ઘૂંટણના કાર્ટિલેજને ઓછો કરી શકે છે. રોગી સામાન્ય રીતે એક દુષ્ચક્રમાં ફસાઈ જાય છે જ્યાં તે ઘૂંટણના દર્દના કારણે ચાલવા અને કસરત કરવા માટે સક્ષમ નથી રહેતો. જેને કારણે શરીરનું વજન વચ્ચે જે અને તેને કારણે સાંધાઓના કાર્ટિલેજને નુકશાન થાય છે જે આખરે ઘૂંટણના દર્દનું કારણ બને છે.

સલાહનું પાલન ન કરવું

લોકો ડોક્ટરોની સલાહને અવગણે છે. સાથે જ સારા થવા માટે નિર્ધારિત દવાઓ અને વ્યાયામ કાર્યક્રમો છોડી દે છે અને આખતે મોટી મુસીબતમાં મુકાઈ જાય છે.

ઇજાને અવગણવી

ઘૂંટણ એક જટિલ સાંધો છે અને સ્થિરતા અને સામાન્ય ગતિ માટે તેના લિગામેંટ પર ઘણું નિર્ભર કરે છે. અનેક રમતોમાં ઘૂંટણની ઇજાનો ખતરો રહેલો હોય છે. ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, રગ્બી, સ્કેટિંગ વગેરે રમતો એવી છે જેમાં ઘૂંટણની ઈજાઓ થવાની સંભાવના વધુ રહે છે. અવગણના કરવાને કારણે તમે મેનિસિસ અને કાર્ટિલેજને પણ નુકશાન પહોંચાડો છો.

ઓવર વર્કઆઉટ

ઘણા લોકો અત્યંત આક્રમક વેઇટ ટ્રેઇનિંગ એક્સરસાઇઝ રોજ કરતા હોય છે. વર્કઆઉટનો થાક ઉતારવા માટે શરીરને આરામની જરૂર હોય છે. આપણે આપણા વર્કઆઉટનું પ્લાનિંગ એ રીતે કરવું જોઈએ કે જેથી કેટલાંક દિવસો માટે પૂર્ણ આરામની સાથે હેવી વર્કઆઉટની વચ્ચે હલકા વર્કઆઉટને પણ સામેલ કરવામાં આવેલ. આમ કરવાથી સ્નાયુઓને ઓવરસ્ટ્રેન અને ટેન્ડીનાઈટિસની સમસ્યાથી બચી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!