GSTV

‘ભારતીય ટીમમાં મળેલા સ્થાનને વધારે મહત્વ આપુ છું’

કૉફી વિથ કરણ શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ ચર્ચામાં રહેલા ક્રિકેટર કેએલ રાહુલે હવે પોતાનું મૌન તોડ્યુ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટી-20 બાદ રાહુલે કહ્યું કે શોમાં થયેલા વિવાદે તેમને પહેલાથી પણ વધુ વિનમ્ર બનાવી દીધો છે. હવે તેમને ઈન્ડિયન કેપની કિંમત ખબર પડી ગઇ છે અને હવે તેઓ પહેલાથી પણ વધારે તેનું સન્માન કરે છે.

ઉલ્લેખનીય છે કે કૉફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યાં હતાં. બંને દ્વારા કરાયેલી અમૂક ટીપ્પણીઓ પર વિવાદ થયો હતો. પછી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. આ સસ્પેન્શનને બાદમાં હટાવી દીધુ હતું, પરંતુ તપાસ હજી ચાલી રહી છે.

મેચ બાદ રાહુલે કહ્યું કે આ ખૂબ મુશ્કેલ સમય હતો. મારો અર્થ છે કે એક ખેલાડી, એક વ્યક્તિ તરીકે દરેકના જીવનમાં કપરો સમય આવે છે. તે વખતે મારો મુશ્કેલ સમય હતો. જેના કારણે મને પોતાની રમત પર અને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રીત કરવાની તક મળી.

ભારતનો ભલે ઓસ્ટ્રેલિયાની સામે ટી-20 શ્રેણીમાં પરાજય થયો હોય, પરંતુ બીજી મેચમાં રાહુલે સારું પ્રદર્શન કર્યું. તેમણે 50 બોલમાં 47 રન બનાવ્યાં. મેચ પછી વિવાદને યાદ કરીને રાહુલે જણાવ્યું કે આખા વિવાદે તેમને એક શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવામાં મદદ કરી છે. તેમણે કહ્યું, ‘હવે હું પહેલાથી વધારે વિનમ્ર થઇ ગયો છું. દેશ માટે રમવાની મને જે તક મળી છે તેનું હું હૃદયપૂર્વક સન્માન કરુ છું. દરેક બાળકો દેશ માટે રમવાનું સપનુ સેવતા હોય છે, હું તેમનાથી અલગ નથી.’

READ ALSO

Related posts

IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સની સતત બીજી હાર, દિલ્હી કેપિટલ્સે 44 રનથી હરાવ્યું

Pravin Makwana

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!