GSTV

બીજી ટેસ્ટમાં ચમક્યો રાહુલ, તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ

ભારીય ટીમના ઓપનર કેએલ રાહુલે શ્રીલંકા સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં અર્ધ સદી ફટકારી ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટસમેન સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે.

રાહુલે ટેસ્ટ મેચની ઇનિંગ્સોમાં સૌથી વધુ અર્ધ સદી ફટકારવાના મામલામાં ગાવસ્કરને પાછળ મૂક્યા છે. ગાવસ્કરે 5 સતત અર્ધ સદી ફટકારી હતી. જ્યારે રાહુલે 6 અર્ધ સદી ફટકારી છે. આ સાથે તે રાહુલ દ્રવિડના રેકોર્ડની પણ બરાબરી પર પહોંચી ગયો છે. દ્રવિડે સતત ઇનિંગ્સોમાં 6 અર્ધ સદી ફટકારી હતી.

કેએલ રાહુલની ટેસ્ટ કરિયરની આ આઠમી અર્ધસદી છે. તે 82 બોલનો સામનો કરીને 57 રન બનાવી આઉટ થયો હતો. એક રન લેવાના પ્રયાસમાં રાહુલ અને પૂજારા વચ્ચે તાલમેલની કમીના કારણે રાહુલ રન આઉટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી વેસ્ટઇન્ડિઝના એવર્ટન વીક્સ, ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવર, વેસ્ટઇન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલ, શ્રીલંકાના કુમાર સંગકારા અને ઓસ્ટ્રેલિયાના ક્રિસ રોજર્સ સતત ઇનિંગ્સમાં 7 અર્ધ સદી ફટકારી ચૂક્યા છે. જો રાહુલ બીજી ઇનિંગ્સમાં પણ અર્ધ સદી ફટકારે તો તે આ લોકોના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી શકે છે.

આ પણ વાંચો

તાવને કારણે શ્રીલંકા વિરુદ્ઘ પહેલી ટેસ્ટ મેચ રમ્યો ન હતો રાહુલ

Related posts

મહત્ત્વના સમાચાર/ શૈક્ષણિક વર્ષ 2020-21માં સ્નાતક અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને પરીક્ષાઓની ગાઈડલાઈન જારી

Karan

લોકોની યાદોને કેમેરામાં કંડારતા ફોટોગ્રાફરોની લોકડાઉનમાં હાલત બની કફોડી

Nilesh Jethva

પુરૂષો માટે સંભોગનો આ છે સૌથી શ્રેષ્ઠ પ્રકાર પણ મોટાભાગની સ્ત્રીઓને નથી હોતો પસંદ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!