GSTV
Home » News » VIDEO: એક સ્ટંપથી પ્રેક્ટિસ કરે છે રાહુલ, આ બેટ્સમેન પાસેથી લીધી સલાહ

VIDEO: એક સ્ટંપથી પ્રેક્ટિસ કરે છે રાહુલ, આ બેટ્સમેન પાસેથી લીધી સલાહ

શ્રીલંકા વિરુદ્ઘ બીજી ટેસ્ટના પહેલા દિવસે લોકેશ રાહુલ ભલે સેન્ચુરી ન કરી શક્યો, આમ છતાં પણ તે ચર્ચામાં છે. વાસ્તવમાં, સતત 6 ટેસ્ટ મેચમાં હાફ સેન્ચુરી કરનાર રાહુલે ગુંડપ્પા વિશ્વનાથ અને રાહુલ દ્રવિડની બરાબરી કરી લીધઈ છે. 18 ટેસ્ટ મેચમાં 44.89ની એવરેજથી 1257 રન બનાવી ચુકેલા રાહુલે પોતાની સફળતા અંગે વાત કરી છે. તે મેચ પહેલા એક સ્ટંપની સાથે જ નેટ પ્રેક્ટિસ કરે છે.

BCCI દ્વારા અપલૉડ કરવામાં આવેલા આ વીડિયોમાં લોકેશ રાહુલ એક સ્ટંપની સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ સંજય બાંગરે રાહુલના આ આઇડ્યાનો વખાણ કરતા કહ્યુ કે, ‘રાહુલને એક સ્ટંમની સાથે પ્રેક્ટિસ કરવી પસંદ છે.’

રાહુલે પોતે જણાવ્યુ કે, મેં IPLની ટીમ RCBની તરફથી રમતા બેટ્સમેન એ.બી. ડિવિલિયર્સને આ રીતે પ્રેક્ટિસ કરતા જોયા હતા, ત્યારથી મેં આ રીતે પ્રેક્ટિસ કરવાના ફાયદાઓ વિશે જાણ્યા. આ રીતે પ્રેક્ટિસ કરવાથી મને બૉલને નજીકથી જોવાનો ચાન્સ મળે છે, બેટ પર બૉલને લેવામાં સરળતા પડે છે.”

Related posts

Asia XI vs World XI: બીસીબીએ જાહેર કરી એશિયા XI ટીમ, વિરાટ સહિત 6 ભારતીય સામેલ

Pravin Makwana

આજના જ દિવસે ક્રિકેટના આ મહાન બેટ્સમેને દુનિયાને કહ્યું હતું અલવિદા, રડી પડ્યું હતું સમગ્ર ક્રિકેટ જગત

Bansari

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ત્રણ મોટા બદલાવની સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, પંત અને અશ્વિન થઈ શકે છે બહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!