GSTV
Home » News » આ વિશ્વ કપમાં બે ક્રિકટરો સૌથી વધુ ખુશ છે કારણ કે એનાં માટે આ લોટરી કરતા પણ વધુ છે

આ વિશ્વ કપમાં બે ક્રિકટરો સૌથી વધુ ખુશ છે કારણ કે એનાં માટે આ લોટરી કરતા પણ વધુ છે

Indian team World Cup

વિશ્વ કપ માટે આજે સિલેક્શ ટીમે ભારતની ટીમની જાહેરાત કરી દીધી છે અને થોડા ફેરફારો કરવામાં આવ્યાં છે. જાણકારોનું એવું માનવું છે કે લોકેશ રાહુલ અને દિનેશ કાર્તિક બંન્નેને લોટરી લાગી છે. કારણ કે દિનેશ કાર્તિક છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દુર હતા અને સિધ્ધી તેની પસંદગી વિશ્વ કપમાં કરવામાં આવી છે. તેમજ તેમજ તેને જવાબદારી પણ મહત્વની સોંપવામા આવી છે. આ વખતે ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સેકન્ડ વિકેટ કિપર તરીકે લીધો છે કે જે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ બેકઅપની કામગીરી બજાવશે. આ રીતે લોકેશ રાહુલ માટે પણ સારું પરફોમન્સ આપવાનો આ દમદાર મોકો છે.

ઉલ્લેખનીય છે કે આજે 2019ના ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્શન ટીમએ આ વખતે ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સેકન્ડ વિકેટ કિપર તરીકે લીધો છે કે જે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ બેકઅપની કામગીરી બજાવશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં આ વખતે ઈંગ્લેન્ડ ખાતેનો વર્લ્ડકપ ભારત રમશે.

આ છે ભારતની ટીમ

  • વિરાટ કોહલી (કેપ્ટન)
  • રોહિત શર્મા
  • શિખર ધવન
  • મહેન્દ્રસિંહ ધોની
  • કે.એલ રાહુલ
  • કુલદીપ યાદવ
  • મોહમ્મદ શામી
  • રવિન્દ્ર જાડેજા
  • વિજયશંકર
  • દિનેશ કાર્તિત
  • કેદાર જાધવ
  • હાર્દિક પંડ્યા
  • યુઝવેન્દ્ર ચહલ
  • ભૂવનેશ્વર કુમાર
  • જસપ્રિત બુમરાહ

READ ALSO

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva