GSTV

આજે KKR સામે કોહલીની RCBનો મુકાબલો, હારશે તો IPLની રેસમાંથી થઇ જશે બહાર

rcb kkr

Last Updated on April 19, 2019 by Arohi

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બેંગ્લોર સામેની ટી-૨૦માં કોલકાતા તેની હારના સિલસિલાનો અંત આણવાના ઈરાદા સાથે ઉતરશે. દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે આઇપીએલની શરૃઆતમાં ઝંઝાવાત જગાવતા સફળતા હાંસલ કરી હતી. જોકે છેલ્લી ત્રણ મેચોની હારને કારણે તેઓની પ્લે ઓફની આશા ડામાડોળ બની છે. બેંગ્લોર તો સાત મુકાબલા હારીને પ્લે ઓફની રેસમાથી બહાર ફેંકાઈ છે. જોકે તેઓ અન્ય ટીમોની પ્લે ઓફની ગણતરીને ઊંધી વાળી શકે છે.

આજે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે, ત્યારે કોલકાતાની ટીમ તેના સુપરસ્ટાર રસેલને પ્લેઈંગ ઈલેવનમાં સમાવશે કે નહી, તે જોવાનું રહેશે. રસેલને ગઈકાલે પ્રેક્ટિસ દરમિયાન બાઉન્સર ખભા પર વાગ્યો હતો. જેના કારણે તે ઈજાગ્રસ્ત બન્યો હતો, હવે આવતીકાલની મેચમાં રસેલ રમવા ઉતરશે કે નહી તે અંગે અનિશ્ચિતતા છે.

જો રસેલ ઈજાગ્રસ્ત બનીને ખસી જાય તો કોલકાતાની ટીમ ઈંગ્લેન્ડના જોન ડેન્લીને ઉતારે તેવી શક્યતા છે. આ ઉપરાંત કાર્લોસ બ્રાથવેઈટ, સુનિલ નારાયણ, લીન, ઉથપ્પાની સાથે કુલદીપ અને ચાવલાનુ સ્થાન પણ કોલકાતાની ટીમમાં નક્કી લાગી રહ્યું છે. કોહલીની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમનો આધાર કેપ્ટન કોહલીની સાથે ડિ વિલિયર્સ પર વિશેષ રહેશે. ઓપનર પાર્થિવ પટેલ, ઉમેશ યાદવ, ચહલ તેમજ મોઈન અલી અને સ્ટેન જેવા સુપસ્ટાર્સ બેંગ્લોરને સિઝનની બીજી જીત અપાવી શકે તેમ છે. 

Read Also

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!