GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

IPL 2019 : ધોની-કોહલી જોતા રહી ગયા અને આ ટીમ બની ગઇ ‘સિક્સર કિંગ’, હારીને પણ બનાવ્યો ‘ખાસ રેકોર્ડ’

કલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાન પર ગુરુવારે રમાયેલી ઇન્ડિયન ટી-20 લીગની 43મી મેચમાં કલકત્તાએ રાજસ્થાનની સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. હારવા છતાં દિનેશ કાર્તિકની આગેવાનીમાં કલકત્તાએ વર્તમાન સીઝનમાં એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જેની આસ-પાસ પણ બીજી કોઇ ટીમ નથી.

કલકત્તા ઇન્ડિયન ટી-20 લીગની 12મી સીઝનમાં 100 સિક્સરના આંકડા સુધી પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે. કેકેઆર બાદ બીજા નંબરે પંજાબ અને બેંગલોર તથા મુંબઇની ટીમ સંયુક્ત રૂપે ત્રીજા ક્રમે છે.

IPL 12માં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ

કલકત્તા- 109 સિક્સર

પંજબા-83 સિક્સર

બેંગલોર-74 સિક્સર

સૌથી વધુ સિક્સરની રેસમાં કલકત્તાએ પ્રથમ ક્રમ હાંસેલ કર્યો તેનું કારણ છે સિક્સર કિંગ આંદ્રે રસેલ જેણે એકલાએ 42 સિક્સર ફટકારી છે.

કલકત્તા માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી

આંદ્રે રસેલ-42 સિક્સર

નીતિસ રાણા-18 સિક્સર

ક્રિસ લીન-13 સિક્સર

દિનેશ કાર્તિક-12 સિક્સર

સુનીલ નરેન-9 સિક્સર


આઇપીએલ 12માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોચના 5 ખેલાડીઓ

આંદ્રે રસેલ-42 સિક્સર

ક્રિસ ગેલ-32 સિક્સર

એબી ડીવીલીયર્સ-25 સિક્સર

ડેવિડ વોર્નર-19 સિક્સર

કીરોન પોલાર્ડ-18 સિક્સર

આઇપીએલ 12માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોચના 5 ભારતીય ખેલાડી

નીતિશ રાણા-18 સિક્સર

એમએસ ધોની-17 સિક્સર

હાર્દિક પંડ્યા-17 સિક્સર

ઋષભ પંત-16 સિક્સર

કેએલ રાહુલ-15 સિક્સર

જણાવી દઇએ કે ગઇકાલે રમાયેલી મેચમાં કલક્તાએ ટૉસ હારીને પહેલા બેટિંગ કરતાં કેપ્ટન દિનેશ કાર્તિકે અણનમ રહેતા 97 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમે 175 રનનો સ્કોર ઉભો કર્યો. જેને રાજસ્થાને 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસેલ કરી લીધો.

Read Also

Related posts

70 વર્ષના ઈતિહાસમાં આટલા વડાપ્રધાન અયોધ્યા તો ગયા પણ નથી કરી શક્યાં રામ લલ્લાના દર્શન, જાણો કોણ છે તે

Mansi Patel

Whatsapp પર Fake News થી છો પરેશાન ? આ નવા ફીચરથી મળશે છૂટકારો

Ankita Trada

ભાવનગરમાં ધોધમાર વરસાદ બાદ બજારોમાં પાણી ભરાયા, દુકાનોમાં પાણી ઘુસતા માલ-સામાનને થયું નુકસાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!