GSTV
Home » News » ભારત વિરુદ્ધ સીરીઝ પહેલા કિવી સ્પિનર ટોડ એસ્ટલે ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ભારત વિરુદ્ધ સીરીઝ પહેલા કિવી સ્પિનર ટોડ એસ્ટલે ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે 21 ફેબ્રુઆરીના રોજ ટેસ્ટ મેચની સીરિઝ રમવમાં આવશે, પરંતુ તે પહેલા ન્યૂઝીલેન્ડને એક મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી લેગ સ્પિનર ટૉડ એસ્ટલેએ રેડ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સીમિત ઓવર ક્રિકેટ પર ધ્યાન આપવા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. સાથે જ સ્પિનર ભારત સાથે આગામી ફર્સ્ટ ક્લાસ સીરિઝમાં પણ તેઓ ન્યૂઝીલેન્ડ તરફથી રમશે નહી. ઉલ્લેખનીય છે કે, 33 વર્ષીય એસ્ટલેનું ટેસ્ટ કરિયર લગભગ 8 વર્ષનું રહ્યુ, પરંતુ તેમણે માત્ર 5 ટેસ્ટ મેચ જ રમ્યા છે.

ન્યૂઝીલેન્ડ-A અને ભારત-A ની વચ્ચે બે ફર્સ્ટ ક્લાસ મેચની સીરિઝ રમવામાં આવશે. જેમા પ્રથમ મેચ 30 જાન્યુઆરી અને 2જી મેચ 7 ફેબ્રુઆરીના રોજ રમવામાં આવશે.

ટેસ્ટ ક્રિકેટને વધારે સમય આપવાની જરૂર

2012માં શ્રીલંકાની વિરુદ્ધ ડેબ્યુ કરનાર એસ્ટલેએ પોતાની છેલ્લી ટેસ્ટ હાલમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ રમી હતી. એસ્ટલેએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ રમવું તેમનું સપનું હતું અને તેમની માટે આ વાત સન્માનની છે કે, તેમને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટ વિશે કહ્યું હતું કે, રેડ બોલ ક્રિકેટ શિખર છે, પરંતુ તેને વધારે સમય આપવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સીરિઝમાં ત્રીજી ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી, પરંતુ કીવી ટીમને આ મેચમાં હાર મળી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે 300થી વધારે વિકેટ

એસ્લેએ 119 ફર્સ્ટ ક્લાસ મેચમાં પોતાની ટીમ કૈંટરબરી તરફથી 334 વિકેટ લીધઈ હતી. તેમણે કૈંટરબરીની તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરના રૂપમાં પોતાના રેડ બોલ કરિયરને અંત આપ્યો છે. ટેસ્ટ ક્રિકેટ કરિયર માટે ન્યૂઝીલેન્ડ માટે પસંદગીકર્તા ગાવિન લાર્સનને એસ્લેએ અભિનંદન આપ્યા છે.

દેશ માટે 12 સીમિત ઓવર મેચ રમશે સીમિત ઓવર મેચ પર પોતાનું પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે એસ્લેએ આ પગલું ભર્યું છે. તેમણે ન્યૂઝીલેન્ડ તરફથી 12 સીમિત ઓવર મેચ રમ્યા છે, જેમાંથી 9 વન-ડે અને 3 T-20 મેચ રમ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ 2017માં વન-ડે ક્રિકેટમાં એન્ટ્રી કરનાર એસ્લેએ 79 રન બનાવવાની સાથે 10 વિકેટ પણ લીધી હતી. સાથે જ T-20 ક્રિકેટમાં પણ ત્રણ વિકેટ લીધી હતી. ઉલ્લેખની છે કે, એસ્લેએ પાકિસ્તાન 2016માં રમવામાં આવેલ T-20 મેચમાં પોતાનું ડેબ્યું કર્યું હતું.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

પત્ની મેલેનિયા સાથે ટ્રમ્પ કરશે તાજમહેલના દિદાર, આવી છે તૈયારીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!