GSTV
Home » News » કાજુકતરી અને ગુલાબજાંબુનો ટ્રેન્ડ ગયો, દિવાળીમાં કિટકેટ ચોકલેટ બનાવીને મહેમાનોને ખુશ કરી દો

કાજુકતરી અને ગુલાબજાંબુનો ટ્રેન્ડ ગયો, દિવાળીમાં કિટકેટ ચોકલેટ બનાવીને મહેમાનોને ખુશ કરી દો

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં મિઠાઇમાં શું બનાવવું તેની મુંઝવણ દરેક ગૃહિણીને સતાવતી હોય છે. તેવામાં પણ બજારમાં પણ અવનવી મિઠાઇઓ મળતી હોય છે પરંતુ ઘણાં લોકો ઘરે દ મિઠાઇ બનાવવાનું પસંદ કરતાં હોય છે. ગુલાબજાંબુ અને કાજુકતરી તો તમે દર વર્ષે બનાવતા જ હશો પરંતુ જો તમે કોઇ નવી મિઠાઇ બનાવવાના પ્લાનિંગમાં હોય તો અમે તમારા માટે લઇને આવ્યા છીએ એક એવી રેસિપિ જે ઝટપટ તો બની જ જશે અને એકદમ હટકે પણ લાગશે. તો ચાલો, દિવાળીમાં કિટકેટ ચોકલેટ બનાવીને મહેમાનોને ખુશ કરી દો…

કિટકેટ ચોકલેટ માટેની સામગ્રી

ચોકલેટ ફ્લેવર કે વેનિલા ફ્લેવર વેફર્સ-એક પેકેટ

કંપાઉન્ડ ડાર્ક ચોકલેટ- 150 ગ્રામ

રીત

સૌપ્રથમ વેફર્સની કિટકેટની શેપની જેમ પાતળી-પાતળી સ્ટ્રીપ કાપી દો. ત્યારબાદ ચોકલેટને મેલ્ટ કરીને કોટિંગ કરવા.

ચોકલેટને માઇક્રોવેવમાં મેલ્ટ કરવી હોય તો બાઉલને માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે મૂકો અને પછી બહાર કાઢો. ચમચીથી હલાવી ફરી 30 સેકન્ડ્સ માટે માઇફ્રોવેવમાં મૂકો, એટલે ચોકલેટ બરાબર મેલ્ટ થઈ જશે.

જો તમારી પાસે માઇક્રોવેવ ન હોય તો, ડબલ બોઇલરથી મેલ્ટ કરો ચોકલેટ. આ માટે ગેસ પર એક તપેલી મૂકો અને અડધી તપેલી જેટલું પાણી મૂકો અને પાણી ગરમ કરો. ત્યારબાદ તપેલીની ઉપર એક સ્ટીલના બાઉલમાં ચોકલેટ મૂકો. બાઉલ પાણીને અડવો ન જોઇએ. પાણીની હિટથી ચોકલેટ મેલ્ટ થઈ જશે. વચ્ચે-વચ્ચે ચમચીથી હલાવીને મેલ્ટ કરવી.

ત્યારબાદ એક પ્લેટ પર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દો અને ફોઇલને તેલથી થોડી ગ્રીસ કરી લેવી, જેથી ચોકલેટ સરળતાથી છૂટી પડી જાય. ત્યારબાદ વેફરને એક-એક કરીને ફોકની મદદથી ડિપ કરવી અને બે ફોકથી ધીરેથી ઉપાડી એક્ટ્રા ચોકલેટ નીતારી ફોઇલ વાળી પ્લેટમાં ગોઠવી દો. બધી જ વેફર્સને આ રીતે ચોકલેટથી કોટ કરી દો. ત્યારબાદ 15 મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મૂકી દો. ત્યારબાદ ફ્રિજમાંથી કાઢી ગિફ્ટ પેપરમાં અલગ-અલગ રીતે પેક કરી ગિફ્ટમાં આપો અને મહેમાનોનું સ્વાગત કરો.

Read Also

Related posts

Video: ‘શાહરૂખ ખાન મારી માના પતિ છે…’ આ યુવતીએ જાહેરમાં કર્યો મોટો ધડાકો

Bansari

એનએસયુઆઈએ BRTS બંધનું આપ્યું એલાન, કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Nilesh Jethva

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!