ગુજરાતમાં પતંગ બજારમાં જોરદાર મંદી જોવા મળી રહી છે.. અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દોરી અને પતંગના ભાવોમાં વીસ ટકાનો ઘટાડો કરીને વેપારીઓ વેપાર કરી રહ્યા છે.

ગુજરાતમાં ઉતરાયણના તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે.. અને ઉતરાયણનો તહેવાર આપણાં ગુજરાતમાં પતંગ અને દોરી વગર અધૂરું કહેવાય છે.. અને પતંગ દોરીનું સહુથી વધુ વેચાણ ઉતરાયણ પર થતું હોય છે.. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે પતંગ બજારમાં જોરદાર મંદી જોવા મળી રહી છે.. ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે.. પતંગ બજારમાં સર્જાયેલી મંદીને પગલે વેપારીઓએ પતંગ અને દોરીના ભાવો ગત વર્ષની સરખામણીમાં વીસ ટકા જેટલા ઘટાડી દીધા હોવા છતાં બજારમાં મંદી જોવા મળી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

વેપારીઓને આશા છે કે આજથી કોરોનાના લીધે બાળકોનું શિક્ષણ કાર્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને તેના લીધે હવે પતંગની ખરીદીમાં તેજી જોવા મળશે.. ત્યારે કહી શકાય કે જે કોરોના વાઇરસ ધંધા રોજગાર પર માઠી અસર નાંખતો હતો તે જ કોરોના વાઇરસના લીધે શાળાઓ બંદ થતાં પતંગ બજારમાં તેજી લાવે તો નવાઈ નહીં.
READ ALSO
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી, વર્ષ 2019માં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો નરાધમ
- ક્રિકેટના ફોર્મેટના ભવિષ્યને લઇ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન કહ્યું, ભવિષ્યમાં માત્ર …
- Low Blood Pressure/ લો બ્લડ પ્રેશરના સમયે જરૂર ખાઓ ફ્રૂટ્સ, તરત જ કંટ્રોલમાં આવશે બીપી
- બાંધકામો નિયમિત કરવા માટે માત્ર સાત હજાર 500 અરજીઓ જ આવી, ઈમ્પેક્ટ ફીના કાયદાનો ઈમ્પેક્ટ પડ્યો કે નહી?