GSTV

કિચન ગાર્ડન: ઘરની ખાલી છત પર અવનવા છોડ વાવીને તમે પણ બનાવી શકશો આ રીતે ગાર્ડન, કમાણી કરતા કરતા શોખ પણ પુરો થશે

Last Updated on June 17, 2021 by Pravin Makwana

કોરોના મહામારી હવે લગભગ બે વર્ષ જેટલો સમય થવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલુ લોકડાઉન જોડવામાં આવે તો, 14 મહિના જેટલો સમય થઈ ગયો છે. લોકડાઉન દરમિયાન દુનિયાભરના લોકોને કોરોનાકાળને અવસરકાળમાં બદલી નાખ્યો છે. કેટલાય લોકોએ કમાણીનો બીજો રસ્તો શોધી કાઢ્યો છે. કેટલાય લોકોએ નવી નવી વસ્તુઓ શિખી છે. ઘણા બધા લોકોએ આગવી મિસાલ પણ રજૂ કરી છે.

ઓડિશાના ભુવનેશ્વરમાં આવુ જ એક ઉદાહરણ જોવા મળ્યુ છે. જ્યાં એક મહિલાએ પોતાના ઘરની છત પર જૈવિક કિચન ગાર્ડનિંગ બનાવ્યુ છે. મહિલાએ છત પર તુલસી, આદૂ, લીમડો, ગિલાળા, અજમો, લિંબુ જેવા કેટલાય છોડનું વાવેતર કરી પર્યાવરણને શુદ્ધ કર્યુ છે અને તેની મદદથી પરિવારને કોરોનામુક્ત કરવામાં સફળતા પણ મળી છે.

આ મહિલાએ છત પર તુલસી, આદૂ, લિંબુ, ગિલોય જેવા છોડથી ઈમ્યુનિટિ વધારનારા છોડ લગાવ્યા છે. આજે હવે તેમણે રોજીંદા વપરાશની શાકભાજી જ નહીં પણ ઔષધીય ગુણવાળા છોડ પણ તૈયાર કર્યા છે. જે પરિવારના લોકોને ખૂબ કામમાં આવે છે.

કિચન ગાર્ડનના એક સાથે આટલા ફાયદા

આ મહિલાનું નામ સીમા છે. તેઓ જણાવે છે કે, ઘરની છત પર હળદર, તુલસી, અજમો જેવા તમામ છોડ લગાવ્યા છે. તો વળી શાકભાજીમાં દૂધી, મરચા, સાગ, સરગવો, લિંબુ જેવા છોડ લગાવ્યા છે. કિચન ગાર્ડનમાં સમય વિતાવવાથી ફિજિકલી એક્સરસાઈઝ પણ થઈ જાય છે. સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે.

આગળ જણાવે છે કે, કોઈ પણ માણસનું છોડની વચ્ચે રહેવુ, તેને અનુભવવું અને છોડ સાથે વાર્તાલાપ એક આગવો અનુભવ આપે છે. હું જ્યારે પણ કિચન ગાર્ડનમાં જાઉ છું, ત્યારે લાગે છે આ છોડ મારુ વેલકમ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!