GSTV

મુખ્યમંત્રી દ્વારા કિસાન સહાય યોજના માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત, પૈસા ભરવા છતા હજુ સુધી નથી મળ્યો વીમો

મુખ્યમંત્રી દ્વારા કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈ જીએસટીવીની ટીમ દ્વારા જામનગર જિલ્લાના ખેડુતોનો મત જાણવાનો પ્રયાસ કર્યો. સરકાર દ્વારા જાહેર કરાયેલી આ યોજના ખેડૂતો માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત હોવાનું માની રહ્યા છે. પાકવીમા પ્રીમિયમ ભર્યું હોવા છતાં તેમને તેમના હકના રૂપિયા પણ ન મળ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચૂંટણી સમયે આવી કોઈ ને કોઈ રીતે લોભામણી જાહેરાતો આપી અને સરકાર દ્વારા ખેડૂતોના મત મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બહાર પાડેલી કોઈપણ યોજનાનું અમલીકરણ થતું નથી અને ખેડૂતોને કોઈ પણ લાભ ન મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. મુખ્યમંત્રી કૃષિ સહાય યોજનામાં ખેડૂતોને ઘણા લાભો આપવાની વાત કરવામાં આવી છે આથી તેનું ચોક્કસપણે ચુસ્ત અમલીકરણ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!