વેલેન્ટાઇ ડે પહેલાં કપલ્સ કિસ ડે સેલિબ્રેટ કરે છે. આજે અમે તમને બોલીવુડના એ Kissing સીન પર ચર્ચા કરીશું જે જબરદસ્ત ચર્ચામાં રહ્યા.

પહેલા વાત કરીએ ફિલ્મ કર્મા (1933)ની. ફિલ્મમાં દેવિકા રાની અને હિમાંશુ રાયના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઇ હતી. આ કિસિંગ સીન 4 મનિટ લાંબો હતો. તેને બોલીવુડનો સૌથી લાંબો કિસિંગ સીન માનવામાં આવે છે.

વર્ષ 1988માં રિલિઝ થયેલી ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતનો લિપ લૉક સીન આજે પણ દર્શકોને યાદ છે. આ લિપલૉક સીન ફિલ્મના સુપરહિટ સૉન્ગ ‘આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ’નો છે.

ફિલ્મ રાજા હિન્દુસ્ચાની બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી. ફિલ્મમાં આમિર ખાન અને કરિશ્મા કપૂરનો લિપ લૉક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મ વર્ષ 1996માં રીલીઝ થઇ હતી.

ધૂમ 2એ રીલીઝ થતાં જ નવા રેકોર્ડઝ બનાવ્યા હતાં. ફિલ્મમાં ઋતિક રોશન એક ચોરની ભુમિકામાં હતો. તેની સાથે એશ્વર્યા રાયની જોડી નજરે આવી હતી. આ તસવીર બંનેના લિપલૉક દરમિયાનની છે. ધૂમ 2 વર્ષ 2006માં રિલિઝ થઇ હતી.

ફિલ્મ જબ વી મેટમાં શાહિદ કપૂર અને કરીના કપૂરની જોડી ખૂબ જ ચર્ચામાં રહી હતી. ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. શાહિદ અને કરીનાનો કિસિંગ સીન ખૂબ જ વાયરલ થયો હતો. જબ વી મેટ વર્ષ 2007માં રીલીઝ થઇ હતી.

વર્ષ 2013માં રીલીઝ થયેલી મોર્ડન લવ સ્ટોરી ‘યે જવાની હે દિવાની’ સિલ્વર સ્ક્રીન પર સુપરહિટ રહીય ફિલ્મમાં રણબીર કપીર અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતા. તેમનો લિપ લૉક સીન ખૂબ જ વાયરલ થયો હતો.

2013માં રીલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલીયો કી રાસલીલા રામ લીલાના લિપલૉક સીનની આજે પણ ચર્ચા થાય છે. આ કિસિંગ સીન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે ફિલ્માવવામાં આવ્યો હતો.

આ લિપ લૉક સીન ઇમ્તિયાઝ અલીની ફિલ્મ જબ હેરી મેટ સેજલનો છે. ફિલ્મમાં આ લિપલૉક શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા વચ્ચેનો હતો. ફિલ્મ 2017માં રીલીઝ થઇ હતી.

અનુષ્કા શર્મા સાથે શાહરૂખનો આ પહેલો લિપલૉક સીન નથી. તેની પહેલા શાહરૂખ ખાને યશ ચોપરાની ફિલ્મ જબ તક હે જાનમાં કેટરિના કૈફ સાથે કિસિંગ સીન આપ્યો હતો.

ઝોયા અખ્તરની ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારાનો આ કિસિંગ સીન કેટરીના કૈફ અને ઋતિક રોશન વચ્ચે હતો. આ ફિલ્મ 2011માં રિલિઝ થઇ હતી.

મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડરમાં ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત વચ્ચેનો ઇન્ટીમેટ લવ સીન કોણ ભૂલી શકે. ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતનો લિપ લૉક સીન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. મર્ડર 2004માં રિલિઝ થઇ હતી.

તનુશ્રી દત્તા અને ઇમરાન હાશ્મી ફિલ્મ આશિક બનાયા આપનેમાં નજરે આવ્યા હતાં. બંનેનો કિસિંગ સીન ખૂબ વાયરલ થયો હતો. આ ફિલ્મ 2005માં રીલીઝ થઇ હતી.

વર્ષ 2016માં રીલીઝ થયેલી ફિલ્મ બેફિક્રેમાં રણવીર સિંહ અને વાણી કપૂરનો લિપ લૉક સીન ચર્ચામાં રહ્યો. રણવીર અને વાણીની એક્ટિંગ દર્શકોને પસંદ આવી હતી.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ