GSTV

આ રીતે કિશોર કુમારના હાથમાંથી નીકળી ગઈ હતી સુપરહિટ ફિલ્મ ‘આનંદ’

કિશોર કુમારના જીવનમાં ઘણી બધી વસ્તુઓ નસીબથી થઇ છે.  બાળપણમાં તેમનો અવાજ જ ફાટી ગયેલો હતો. જ્યારે તે મોં ખોલતા ત્યારે બધા હસવા લાગતા અને કહેતા જૂઓ ફાટેલા વાંસમાંથી અવાજ આવી રહ્યો છે. કિશોર કુમારને આ કારણે મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ હતી. એક જાતનું કોમ્પ્લેક્સ થઇ ગયું હતું. તે સમયે તે મધ્ય પ્રદેશના ખંડવામાં રહેતો હતો. મોટા ભાઈ અશોક કુમાર મુંબઇ જઈને મોટા અભિનેતા બની ગયા હતા. તેમના પછી ભાઈ અનુપ કુમાર પણ મુંબઇ પહોંચી ગયા. દરેકને કિશોરની ચિંતા થતી હતી.

જોકે વર્ષો બાદ તેઓ અત્યંત સફળ બની ગયા હતા. તેઓ ગાયક હોવા ઉપરાંત સંગીતકાર, નિર્માતા અને લેખત પણ બન્યા અને તેમની લોકપ્રિયતા સાતમા આસમાને હતી. આરાધનાની સફળતાથી તેમણે પુનરાગમન કર્યું હતું પરંતુ તેમની જીવનમાં એક દિવસ એવો આવ્યો હતો. તે દિવસે તે પ્રખ્યાત ડિરેક્ટરને મળ્યો હોત તો કિશોર કુમારનું ભાગ્ય અલગ જ હોત. કિશોર કુમાર તે દિવસોમાં એક મોટું નામ બની ગયું હતું. તેની કોમેડી સેન્સની પ્રશંસા થઈ રહી હતી. નિર્માતા નિર્દેશક રિષિકેશ મુખર્જી ફિલ્મ ‘આનંદ’ બનાવી રહ્યા હતા. ફિલ્મની સ્ક્રીપ્ટ લખ્યા પછી, તેમણે નક્કી કર્યું કે તેઓ આ ફિલ્મમાં કિશોર કુમાર અને મહેમૂદને કાસ્ટ કરશે. રાજેશ ખન્નાની ભૂમિકા કિશોર કુમાર નિભાવશે અને અમિતાભ બચ્ચનની ભૂમિકા મહમૂદ પાસે કરાવવા માગતા હતા.

રિષિકેશ મુખર્જી કિશોર કુમારને મળવા તેમના બંગલે પહોંચ્યા હતા. બંગલાની બહારના ગાર્ડે તેમને જોયા અને ખરું-ખોટું   કહેવાનું શરૂ કરી દીધું. રિષિકેશ મુખર્જીએ તેને સમજાવ્યું કે તે કિશોરને મળવા આવ્યો છે અને તેની ફિલ્મમાં તેને સાઇન કરવા આવ્યો છે, તે ચોર નથી. પરંતુ ગાર્ડે કંઇ સાંભળ્યું નહીં. પછી કિશોર કુમારને મળ્યા વિના તે પાછા ફર્યા.

મુખર્જીએ ફિલ્મ બનાવવાનો ઇરાદો છોડી દીધો. પરંતુ જ્યારે રાજેશ ખન્નાએ આનંદની વાર્તા સાંભળી ત્યારે તે તરત જ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા. રાજેશ ખન્ના તે દિવસોમાં સુપરસ્ટાર હતા. ફિલ્મમાં તેમના કામનો અર્થ એ હતો કે આ ફિલ્મ હિટ છે. મહેમૂદની ભૂમિકા માટે મુખર્જીએ નવા નવા અભિનેતા અમિતાભ બચ્ચનને કાસ્ટ કર્યા હતા.

કિશોરકુમારે એ દિવસે રિષિકેશ મુખર્જી સાથે મુલાકાત થઈ હતો અને આનંદ માટે હા પાડી દીધી હોત તો કદાચ આ સુપરહિટ ફિલ્મમાં આનંદનો રોલ તેમણે કર્યો હોત. જોકે કોઈ ફિલ્મ રસીકને કદાચ આ વાતનો અફસોસ નહીં હોય કેમ કે રાજેશ ખન્નાએ આ ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી અને આનંદ ફિલ્મ સિનેમા ઉદ્યોગમાં માઇલસ્ટોન બની ગઈ છે.

READ ALSO

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!