મોદી સરકારે ખેડૂતોને સંકટમાંથી ઉગારવા માટે પીએમકિસાન સમ્માનનિધિ યોજના હેઠળ સીધા એમના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. જે અંતર્ગત ત્રણ હપતામાં ખેડૂતોને 2000 રૂપિયા મુજબ રકમ જમા કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારે 62,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવી છે. હાલમાં કોરોના સંક્રમણને કારણે કરાયેલા લોકડાઉન દરમિયાન પણ સરાકેર 4.91 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં 2000 રૂપિયાનો પ્રથમ હપતો મોકલી દીધો છે. આ રકમ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રજીસ્ટર્ડ થયેલા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવી છે.
કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળશે
કેન્દ્રિય કૃષિ મંત્રાલયના આંક મુજબ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશમાં 9 કરોડ આસપાસ ખેડૂતો રજીસ્ટર્ડ થયા છે. એવામાં આ પરિવારોને સીધા 18,000 કરોડ રૂપિયાની મદદ મળશે. દેશમાં 14.5 કરોડ ખેડૂતો છે પરંતુ આ સ્કિમ હેઠળ તમામનું વે્રિફિકેશન નથી થઈ શક્યું. આ સ્કિમમાં વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોને મળે છે.
5 કરોડ ખેડૂતોના ખાતામાં નાખ્યા રૂપિયા
કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ લોકડાઉન દરમિયાન 5 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં 2-2 હજાર રૂપિયા મોકલવાની વાતની પુષ્ટી કરી હતી. તેમણે બતાવ્યું હતું કે ગરીબો અન ખેડૂતોને વધારે મુશ્કેલી ન પડે તે માટે સરકારે મોટા આર્થિક પેકેજનું એલાન કર્યં હતું જેનાથી લોકડાઉન દરમિયાન પણ 24 માર્ચથી 3 એપ્રિલ સુધીમાં ડાયરેક્ટબેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી 9826 કરોડ રૃપિયા ટ્રાન્સફર કરાયા છે.
ખાતામાં રૂપિયા નથી આવ્યા તો ચિંતા ન કરો અહીં કરો ફોન
જો આપને આ સ્કિમ હેઠળ રૃપિયા તમારા એકાઉન્ટમાં ન આવ્યા હોય તો જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો. અથવા તો કેન્દ્રિય કૃષિ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર 155261 અથવા ટોલ ફ્રી નંબર 1800115526 પર સંપર્ક કરો. ત્યાંથી પણ શક્ય ન હોય તો મંત્રાલયના બીજા નંબર 011-23381092 પર સંપર્ક કરી શકાય છે.
READ ALSO
- જરૂરી / આવનાર 9 દિવસમાં 5 દિવસ બેંકો રહેશે બંધ, જરૂરી કામ હોય તો જલદી કરો નહીં તો પડશે બેંકનો ધરમધક્કો
- હેલ્થ ટિપ્સ / શું થોડુ જમવાથી પણ થાય છે એસિડિટીની સમસ્યા, તો કરો આ ઉપાય અને મેળવો રાહત…
- કામના સમાચાર/ SBI વેપારીઓ માટે લાવી ખાસ યોજના, સૌથી ઓછી શરતો અને સસ્તા વ્યાજે આપશે 50 લાખ રૂપિયા સુધીની લોન
- Good News: રિઝર્વેશન વિના પણ હવે ટ્રેનમાં કરી શકાશે મુસાફરી પણ રેલવે ખિસ્સાં ખંખેરી લેશે, પેસેન્જર ટ્રેનમાં પણ ટિકિટના ભાવ વધ્યા
- સબક/ રૂપિયા જોઈને મિસ્ત્રીએ ઘડ્યો લૂંટનો પ્લાન : પરિવારજનોને લૂંટ માટે મધ્યપ્રદેશથી બોલાવ્યા: પોલીસે આ રીતે કર્યો આ લૂંટનો પર્દાફાશ