GSTV

અગત્યનું/ હવે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન લેવી પડશે મોંઘી, 1 એપ્રિલથી વધશે વ્યાજ ? જાણો શું છે હકિકત

ક્રેડિટ

કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ એક તરફ દિલ્હીની વિભિન્ન બોર્ડરો પર હજારો ખેડૂતો ગત દોઢ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. તો બીજી તરફ એક ખબર વાયરલ થઈ રહી છે કે નરેન્દ્ર મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર વધારવાની તૈયારી કરી રહ્યા છે.

વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર ખેડૂતોને ઝટકો આપવાની તૈયારીમાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અટલ બિહારી બાજપેયી સરકારની સમયથી શરૂ કરેલી KCCમાં 7 % વ્યાજ દરને વધારી મોદી સરકાર 14 % કરવાની તૈયારીમાં છે. વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર 1 એપ્રિલથી વધતા વ્યાજ દરને લાગૂ કરવાની છે.

જો કે, આ ખબરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે વાયરલ ખબર ખોટી છે. અને મોદી સરકાર તરફથી આવું કોઈ પ્લાનિંગ નથી. હકિકતમાં આ સમાચાર જ્યારે વાયરલ થયા તો PIB ફેક્ટ ચેટ ટીમે તપાસ કરી. જેમાં જણાવાયું કે વાયરલ સમાચાર ખોટા છે. અને તેમાં કોઈ હકિકત નથી.   

PIB એ કર્યું ટ્વીટ

PIBની ટીમે ટ્વિટ કર્યું અને જણાવ્યું કે, એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે હવે કિસાન ક્રેડિટ કાર્ડ લોન 7 %ની જગ્યાએ 12 % વ્યાજ દર પર મળશે.

PIB ફેક્ટ ચેક : ત્યાર બાદ PIB ફેક્ટ ચેટ ટીમે જણાવ્યું કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારે KCC લોનના વ્યાજ દરને વધારવા અંગે કોઈ જાહેરાત કરી નથી.

નોંધનિય છે કે, હાલ અનેક પ્રકારના સમાચાર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેનાથી લોકોએ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. PIBની ટીમ આ કામમાં લાગેલી છે. અને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!