GSTV
Business Finance Trending

કોઇ રિસ્ક વિના તમારા રૂપિયા થઇ જશે ડબલ! આ સરકારી સ્કીમમાં બેન્ક FD કરતાં પણ વધુ મળે છે વ્યાજ

રોકાણ

કોરોના કાળના આ દૌરમાં રોકાણકારોને સમજાઇ નથી રહ્યું કે તે ક્યાં રોકાણ કરે. તો તેવામાં અમે તમને કંઇક એવુ જણાવવા જઇ રહ્યા છીએ જેમાં રોકાણ કરવાનું જોખમ નથી. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર (KVP). રોકાણકાર પોસ્ટ ઓફિસનું કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં રૂપિયા રોકી શકે છે. પોસ્ટ ઑફિસના KVP પર હાલ 6.9 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યુ છે.

રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે KVP

જો તમે તમારાં રોકાણની રકમ બમણી કરવા માંગો છો, તો KVP એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કિસાન વિકાસ પત્ર (KVP) એ એક પ્રકારનું પ્રમાણપત્ર છે. તે બોન્ડની જેમ પ્રમાણપત્ર સ્વરૂપમાં જારી કરવામાં આવે છે. જેને કોઇ પણ વ્યક્તિ ખરીદી શકે છે. KVP પ્રમાણપત્ર યોજના હેઠળ, તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ, દર ક્વાર્ટરમાં વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સરકાર સમયાંતરે વ્યાજ દરમાં સુધારો કરતી રહે છે. 1000 રૂપિયાથી શરૂ થતી આ યોજના માટે મહત્તમ રોકાણની મર્યાદા નથી. તમે તેમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો.

રોકાણ માટે આ છે નિયમો

સ્કિમ

કિસાન વિકાસ પત્ર (KVP) માં રોકાણ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જ જોઇએ. પુખ્ત વયના લોકો તેને પોતાના નામે અથવા સગીરના નામે ખરીદી શકે છે. તેમાં જોઇન્ટ એકાઉન્ટની સુવિધા પણ છે. જો તમે KVPમાં 50 હજાર રૂપિયાથી વધુનું રોકાણ કરી રહ્યા છો તો તમારે પાનકાર્ડની જરૂર પડશે. તે જ સમયે, જો તમે 10 લાખથી વધુનું રોકાણ કરો છો, તો તમારે આવકનો સ્રોત જણાવવો પડશે. જો તમારે તમારું રોકાણ ઉપાડવુ હોય, તો તમારે 2.5 વર્ષ રાહ જોવી પડશે.

Read Also

Related posts

Flower/ બિહારમાં મહિલાઓ કરી કહી છે ફૂલોની ખેતી, જોત જોતામાં તો વધી ગઈ ઈનકમ

Siddhi Sheth

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth
GSTV