GSTV
Gujarat Government Advertisement

ફક્ત 1000 રૂપિયાથી કરો શરૂઆત, આ છે પૈસા ડબલ કરવાની ગેરન્ટી સ્કીમ

Kisan Vikas Patra

Last Updated on May 5, 2019 by Alap Ramani

જો તમે તમારા નાણા સરકારી યોજનામાં રોકવા માગતા  હોય અને બમણા થાય તેમ ઇચ્છતા હો તો તેના માટે છે કિસાન વિકાસ પત્ર. આ  યોજના થકી તમારા નાણા ૧૧૮ માસમાં બમણા થઇ શકે છે. તેમાં માત્ર ૧ હજારથી રોકાણ કરી શકાય છે.  કિસાન વિકાસ પત્ર એ એક રોકાણ પ્રમાણપત્ર છે. જેને કોઇપણ રોકાણ કરનાર વ્યકિત ખરીદી શકે છે અને તેનું વ્યાજ સમયાંતરે બદલાતું રહે છે તેમાં તમે રૂ.પ૦ હજારનું રોકાણ કરો તો મુદતે તમને એક લાખ મળે છે.

ઝડપથી થાય છે નાણા બમણા

sbi kyc by sms

આ યોજનામાં એક હજારથી તેના ગુણાંકમાં નાણા રોકી શકાય છે. તેમાં રોકાયેલા પ૦ હજાર ૯ વર્ષ ૧૦ માસ બાદ એક લાખ થાય છે. પોસ્ટ ઓફિસ દૃવારા આ એકાઉન્ટની પાસ બૂક આપવામાં આવે છે.

કેટલીક જરૂરી બાબતો

કિસાન વિકાસ પત્ર એ એવું બોન્ડ છે જે દેશની કોઇ પણ પોસ્ટ ઓફિસમાંથી કોઇ પણ વ્યકિત ગમે તે સમયે ખરીદી શકે છે. બાળકોના નામે પણ નાણા રોકી શકાય છે અને કોઇ પણ બે વ્યકિતના સંયુકત નામે પણ ખરીદી શકાય છે. તેના ઉપરના વ્યાજમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે.૧ઓકટોબર ર૦૧૮થી આ યોજનામાં ૭.૭ ટકા વ્યાજ ચુકવવામાં આવે છે.તેમાં વધુમાં વધુ રોકાણની કોઇ મર્યાદા નથી પણ ઓછામાં ઓછા એક હજાર અને તેના ગુણાંકમાં નાણા રોકી શકાય છે.

આ યોજનામાં રોકેલા નાણા ઉપાડવા હોય તો રોકાણના અઢી વર્ષ પછી ઉપાડી શકાય છે. જો કે નાણા રોકાણ સલાહકારો લાંબા રોકાણ માટે આ યોજનામાં નાણા રોકવાની સલાહ આપે છે.

રોકાણ માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટા,ઓળખકાર્ડ(રેશન કાર્ડ, મતદાતા કાર્ડ, પાસપોર્ટ વગેરે), રહેઠાણનું પ્રમાણપત્ર(વીજળી બિલ, ટેલીફોન બિલ, બેંક પાસબૂક વગેરે) અને પ૦ હજારથી વધુના રોકાણ માટે પાનકાર્ડ અને આધારકાર્ડ જરૂરી છે.

આ યોજનામાં રોકાણકારને નોમિનેશનની સુવિધા મળે છે અને કોઇ એક વ્યકિતએ ખરીદેલ પ્રમાણપત્ર બીજાના નામે તબદીલ પણ કરી શકાય છે. તેને કેટલીક બેંકોમાં ઓનલાઇન પણ ખરીદી શકાય છે. આ યોજનામાં ટીડીએસ કાપવામાં આવતો નથી. એટલે કે રોકાણ પાકતા સમયે ટીડીએસ કાપવામાં આવતો નથી.આ ઉપરાંત વેલ્થ ટેકસમાં પણ તે આવતી નથી. જો કે આ રોકાણની ૮૦ સી હેઠળ છૂટ મેળવી શકાતી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!