GSTV
Home » News » ખેડૂતો માટે ખુશખબર, માર્ચ સુધી 50 હજાર કરોડ રૂપિયા ચૂકવશે મોદી સરકાર

ખેડૂતો માટે ખુશખબર, માર્ચ સુધી 50 હજાર કરોડ રૂપિયા ચૂકવશે મોદી સરકાર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના અંતર્ગત મોદી સરકાર 2 હપતામાં ખેડૂતોના ખાતeમાં 2,000 જમા કરાવી રહી છે. આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 4.94 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા પહોંચ્યા છે. 9.5 કરોડ ખેડૂતો હજુ આ રૂપિયાની રાહ જોઈ રહ્યાં છે. સરકાર તરફથી જાહેર થયેલા આંક અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં માર્ચ 2020 સુધીમાં 87 હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે. જેમાંથી માત્ર 37 હજાર કરોડ રૂપિયા જ ખેડૂતોના ખાતામાં જમાં થયા છે.

આમ માર્ચ સુધી 50 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. અત્યારસુધી 7.62 કરોડ ખેડૂતોને પ્રથમ હપતો મળી ચૂક્યો છે. પીએમ કિસાન યોજના અંતર્ગત હજુ પણ કોઈ ખેડૂત જોડાયો નથી તો હાલમાં જ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેતી અધિકારી ઓફિસના ધક્કા ખાવાની પણ જરૂર નથી. ખેડૂતો ઓનલાઇન પોર્ટલ પર આ યોજનાના નામે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.


કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચોધરીએ બળાપો ઠાલવતાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર આ યોજનાનો લાભ નાનામાં નાના ખેડૂત સુધી પહોંચાડવા માગે છે પણ રાજ્ય સરકારો ખેડૂતોની માહિતી આપી રહી નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બંગાળ સહિતની કેટલીક સરકારો કેન્દ્રને માહિતી મોકલાવી રહી નથી. જેને પગલે ખેડૂતોને લાભ મળી રહ્યો નથી.


દેશભરમાં આ યોજનામાં બંગાળ સરકારે વિરોધ કર્યો છે. જેને પગલે બંગાળમાં આ યોજના સરકાર લાગુ કરી શકી નથી. પીએમ કિસાન યોજનામાં રાજ્ય સરકારો ખેડૂતોનો ડેટા મોકલે છે. જે આધારે કેન્દ્ર રૂપિયાની ચૂકવણી કરી છે. શરૂઆતમાં દિલ્હી સરકારે પણ આ યોજનનો લાભ ન લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, બાદમાં વિગતો મોકલાવી છે. 8મી ડિસેમ્બર સુધીમાં રાજસ્થાનના 55.65 લાખ અને એમપીના 52.51 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે.

ગુજરાતના 47.66 લાખ ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે. જેમાં 42.39 લાખ ખેડૂતોને સરકારનો ત્રીજો હપતો પણ મળી ચૂકયો છે. આ યોજનામાં 8.33 કરોડ ખેડૂતોએ નોંધણી કરાવી છે જોકે, દેશમાં ખેડૂતોની સંખ્યા 14.50 કરોડ છે.

Related posts

હાર્દિકની ધરપકડ થતા પ્રિયંકા ગાંધી ભાજપ પર રોષે ભરાયા, હાર્દિકને કહ્યો કિસાનોની ‘લડાઈ લડનારો’

Mayur

જમ્બો આતંકી : વજન એટલો બધો હતો કે પોલીસને મહાકાય ટ્રક મંગાવવો પડ્યો

Mayur

બટાટાંના પાકમાં રહે છે જીવાતનો ત્રાસ ? તો સાંભળો ડૉ યોગેશ પવારે આપેલા આ સૂચનો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!