GSTV
India News Trending

ખેડૂતો માટે સારા સમાચાર / વાર્ષિક 6 હજાર રૂપિયા જ નહીં, પરંતુ દર મહિને 3 હજાર રૂપિયા પણ મળશે, જાણો કેવી રીતે મળશે લાભ

કિસાન

કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક મદદ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પીએમ કિસાન માનધન યોજના પણ સામેલ છે. જો તમે પીએમ કિસાનમાં ખાતાધારક છો, તો તમને ફરીથી નોંધણી કરાવવાની જરૂર નથી. આટલુ જ નહીં આ પેન્શન યોજનાના યોગદાનને સન્માન નિધિ હેઠળ મળતી રકમમાંથી કાપી લેવામાં આવશે. તેનાથી ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાના હપ્તા સાથે જ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પણ મળશે.

ખેડુતો

ખેડુતોએ આ યોજના માટે અલગ નોંધણી કરાવવાની રહેશે નહીં

વિશેષ બાબત એ છે કે જે ખેડુતોને પીએમ-કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, તેઓએ આ યોજના માટે અલગ નોંધણી કરાવવાની રહેશે નહીં. સરકાર પાસે પહેલાથી જ તેમના તમામ મહત્વપૂર્ણ પુરાવા છે, આવી સ્થિતિમાં આ ખેડુતોને કોઈ નોંધણી કરાવવી પડશે નહીં કે કોઈ પુરાવા આપવાના રહેશે નહીં.

પીએમ-કિસાન યોજના હેઠળ મળેલા હપ્તા દ્વારા ખેડૂતોને પણ આ યોજનામાં સીધો ફાળો આપવાનો વિકલ્પ મળશે. આ રીતે કિસાન માનધન યોજના હેઠળ ફાળો આપવા માટે ખેડુતોને તેમના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે નહીં. તેના માટે તેમને વાર્ષિક 6,000 રૂપિયા મળતી રકમથી જ પ્રીમિયમ કટ થઇ જશે.

ખેડુતોને બમણો ફાયદો

આ રીતે ખેડૂતોને બમણો ફાયદો થવાનો છે. ખેડુતોને દર વર્ષે 6,000 રૂપિયા જ નહીં, પણ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા પણ મળશે. આ રીતે, બંને યોજનાઓનો લાભ લઈને ખેડૂતોને 42,000 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.

આ યોજનાનો લાભ કોને મળશે?

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત 18થી 40 વર્ષના ખેડુતોને આ યોજનાનો લાભ મળશે. પરંતુ આ માટેની શરત એ છે કે ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેકટરમાં ખેતીલાયક જમીન હોવી જોઈએ. તેઓએ દર મહિને માત્ર 55 રૂપિયાથી 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

આ યોજના હેઠળ પ્રીમિયમની આ રકમ ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી ચૂકવવી પડશે. આ ખેડૂતોની ઉંમર પર આધારીત રહેશે.

ખેડૂતો

ખેડૂતોને કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે

જો કોઈ ખેડૂત 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે, તો તેણે દર મહિને 55 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી બાજુ, જો 30 વર્ષનો ખેડૂત આ યોજનામાં જોડાય છે, તો તેણે મહિને 105 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. 40 વર્ષના ખેડુતોએ દર મહિને 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પ્રીમિયમ તરીકે આટલી જ રકમ કેન્દ્ર સરકાર પણ પોતાની તરફથી ફાળવે છે.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV