GSTV

હલ્લા બોલ: 300 ખેડૂત સંગઠનો, યુપી પોલીસ એલર્ટ પર, અન્નદાતા આજે મુઝફ્ફરનગરમાં ભરશે મહાપંચાયત

Last Updated on September 5, 2021 by pratik shah

ઉત્તર પ્રદેશમાં રવિવારે ખેડૂતોની મહાપંચાયત યોજાવા જઇ રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેવાની શક્યતાઓ છે. જેને પગલે સરકારે આ મહાપંચાયત યોજાવાની છે તે વિસ્તારોમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો છે. જેથી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો અમને રોકવામાં આવ્યા તો બેરિકેડ તોડીને પણ આગળ વધતા રહીશું.

રાકેશ ટિકૈતે કહ્યું કે આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે

રાકેશ ટિકૈતે કહ્યું કે આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે. ટિકૈતે કહ્યું કે ખેડૂતોને મહાપંચાયતના સૃથળે રોકવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે પણ તેમાં અમે સરકારને સફળ નહીં થવા દઇએ. જો કોઇ પણ ખેડૂતને અટકાવવામાં આવ્યા તો અમે બેરિકેડ તોડી નાખીશું. આ મહાપંચાયત મુઝફ્ફરનગરમાં યોજાવા જઇ રહી છે જેનું નેતૃત્વ કિસાન મોર્ચા દ્વારા કરાઇ રહ્યું છે.

ખેડૂત

કિસાન મોર્ચાએ દિલ્હીમાં હાલ ખેડૂતોના આંદોલનની કમાન સંભાળી છે. એક અનુમાન અનુસાર આ મહાપંચાયતમાં પંજાબથી 2000 ખેડૂતો આવવાની શક્યતા છે. આ ખેડૂતો અમૃતસરથી સવારે ચાર વાગ્યે જાલંધરથી સવારે પાંચ અને લુિધયાણાથી સવારે એક્સપ્રેસ વે થઇને મુઝફ્ફરનગર પહોંચશે. 

દિલ્હી સરહદેથી પણ આ મહાપંચાયત માટે 400-500 ખેડૂતો રવાના થયા

દિલ્હી સરહદેથી પણ આ મહાપંચાયત માટે 400-500 ખેડૂતો રવાના થઇ ગયા છે. ધરણા સૃથળેથી બે બસો મુઝફ્ફરનગર રવાના થઇ ચુકી છે. ખેડૂતોને મુઝફ્ફરનગરમાં ધરણા સૃથળે પહોંચાડવા માટે 500 જેટલી બસો ભાડે લેવામાં આવી છે. કિસાન મોરચા અને ખેડૂત નેતાઓએ મુઝફ્ફરનગર મહાપંચાયતમાં મિશન યૂપીની જાહેરાત કરવાની તૈયારી કરી લીધી છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા મોટા એલાનની શક્યતાઓ છે. 

પીએસીની છ જ્યારે આરએએફની બે કંપનીઓને તૈનાત

બીજી તરફ ખેડૂતોની મહાપંચાયતને ધ્યાનમાં રાખીને પીએસીની છ જ્યારે આરએએફની બે કંપનીઓને તૈનાત કરાઇ છે. ખેડૂતોની આ મહાપંચાયતનો હેતુ કૃષિ કાયદાઓને પરત લેવા માટે સરકાર પર દબાણ વધારવાનો રહેશે.

સાથે જ ટેકાના ભાવની કાયદેસર માન્યતા અને ખાતરી પણ આંદોલનની મુખ્ય માગો પૈકી એક છે. અગાઉ હરિયાણામાં કર્નાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા અનેક ખેડૂતોના માથા ફુટી ગયા હતા, ખેડૂતોનો રોષ પણ વધ્યો હતો એવામાં હવે ઉત્તર પ્રદેશમાં મહાપંચાયત યોજાવા જઇ રહી છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!