GSTV

મોદી સરકારે પ્રવાસી મજૂરો માટે લોન્ચ કરી આ યોજના, 1.60 લાખ રૂપિયા સુધીની મળશે લોન

ઉપ મુખ્ય પશુ ચિકિત્સાધિક ડૉક્ટર અમિત કુમાર સિંહે જણાવ્યુ છે કે,ભારત સરકારે પશુપાલન કિસાન ક્રેડિટ યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજના હેઠળ કોઈપણ બેન્કમાંથી 1.60 લાખ રૂપિયા સુધીની લોન લેવામાં આવી શકે છે. કાર્ડ પર વર્ષના 7 ટકાનું સાધારણ વ્યાજ લેવામાં આવશે અને સમય પર ચૂકવણી કરવા પર 4 ટકા વ્યાજ દર લાગશે. આ પ્રકારે આ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના (PKCC)ધારકને 4 ટકા પ્રતિ વર્ષના દરથી લોન મળી શકે છે.

ફોર્મ ભરીને જમા થવાનું શરૂ

1.60 લાખ રૂપિયા સુધીની લોન માટે કોઈ સિક્યોરિટીની પણ જરૂરિયાત રહેતી નથી. તેનો લાભ લેવા માટે પોતાના નજીકના પશુ હોસ્પીટલ પર ઓફલાઈન અરજી કરવાનું હશે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે મુહમ્મદાબાદ ગોહના તહસીલ ક્ષેત્ર અંતર્ગત કુલ 6 પશુ હોસ્પીટલમાં ફોર્મ ભરીને જમા થવાનું શરૂ થઈ ગયુ છે. તહસીલ ક્ષેત્રમાં 2100 અરજી થવાની છે. જેમાં અત્યાર સુધી કુલ 507 ફોર્મ જમા થયા છે.

ચિરૈયાકોટમાં 52 ફોર્મમાં એક સ્વીકૃત

જેમાં પ્રત્યેક હોસ્પીટલને 350 ક્રેડિટ કાર્ડ બનાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યુ છે. ધૌરહરા પશુ કેન્દ્ર પર 55 ફાર્મ આવ્યા જેમાં સ્વીકૃતિ એક પણ ફોર્મની કરવામાં આવી ન હતી. ચિરૈયાકોટમાં 52 ફોર્મમાં એક સ્વીકૃત, રાનીપરમાં 69 અરજી જમા થઈ છે. જેમાં ત્રણ લોકોને લાભ મળી શકશે. આ પ્રકારથી મુહમ્મદાબાદ ગોહનામાં 155 ફોર્મ જમા થયા અને 3 લોકોને પૈસા મળ્યા છે. લક્ષ્ય પૂર્ણ થયા સુધીમાં અરજી ફી જમા કરવામાં આવશે.

આર્થિક સ્થિતિને તાત્કાલિત મજબૂત કરી શકાય

કહેવામાં આવી રહ્યુ છે કે, COVID-19ને જોતા પ્રવાસીઓ માટે ભારત સરકારે આ યોજના શરૂ કરી છે. જેનાથી લોકોની આર્થિક સ્થિતિને તાત્કાલિત મજબૂત કરી શકાય છે. દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકારે રાત-દિવસ અનેક પ્રયત્નો કરી રહી છે. કોરોનાકાળમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી ગુજરાત, અમદાવાદ, સૂરત, નાગપુર, નોયડા વગેરે શહેરોમાંથી ઘર આવેલા લોકોની રોજી રોજી માટે ભારત સરકારે પશુપાલન કિસાન ક્રેડિટ યોજનાનો શુભારંભ કર્યો છે.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!