Last Updated on February 22, 2020 by Mansi Patel
મોદી સરકારે ખેડૂતોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. ખેતી માટે ફક્ત 4% વ્યાજ દર પર પૈસા આપવા માટે જે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-Kisan Credit Card) બને છે, તેને બનાવવા માટે લાગતા બધી જ પ્રોસિંસિગ ફી (KCC Waive off Processing Fees other Charges), ઈંસ્પેક્શન અને લેઝર ફોલિયો ચાર્જને ખત્મ કરી દીધી છે. જો હજી પણ કોઈ બેંક ખેડૂત પાસેથી આ ચાર્જ વસૂલ કરે છે, તો તેના પર કાર્યવાહી થઈ શકે છે. આ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન છે. પહેલાં 1 લાખની લોન ગેરંટી વિના આપવામાં આવી હતી, જે વધારીને 1.60 લાખ કરી દેવામાં આવી છે.
જાણો કિસાન ક્રેડિટ કાર્ડ વિશે
- જો તમારી પાસે ખેતી માટે જમીન છે, તો તમે તમારી જમીનને ગિરવે રાખ્યા વગર લોન લઈ શકો છો. તેની મર્યાદા એક લાખ રૂપિયા હતી. પરંતુ હવે RBIએ ગેરંટી વગરની કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ કરી દીધી છે.
- પશુપાલન અને મત્સ્યઉદ્યોગ ધરાવતા ખેડુતોને પણ ખેડૂત દીઠ 2 લાખ રૂપિયાની મર્યાદા સુધીના 4 ટકાના વ્યાજ પર કેસીસી દ્વારા લાભ થશે, જેથી ખેડુતોને સાહૂકારોથી મુક્તિ મળશે.
- દેશમાં હાલના સમયમાં 7,02,93,075 ખેડુતો પાસે કેસીસી છે. કેસીસી હેઠળ મહત્તમ સંખ્યામાં ખેડૂતો લાવવા માટે સરકારે બેંકોની મદદથી ખેડુતોના કેસીસીની રચના કરવાની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત અરજી સરળ બનાવવામાં આવી છે અને ફોર્મ પ્રાપ્ત થવાની તારીખથી 14 દિવસોની અંદર કેસીસી રજૂ કરવાનો આદેશ સામેલ છે.
કેવી રીતે 4 ટકાનાં દરે મળે છે કૃષિ લોન
ખેતી માટે વ્યાજદર આમ તો 9 ટકા છે. પરંતુ સરકાર તેમાં 2 ટકાની સબસિડી આપે છે. જે હેઠળ 7 ટકામાં પડે છે. પરંતુ સમયસર પાછી આપવામાં આવે તો 3 ટકા વધારે છૂટ મળે છે. આ હેઠળ તેનો દર ઈમાનદાર ખેડૂતો માટે માત્ર 4 ટકા જ રહી જાય છે. કોઈ પણ સાહૂકાર આટલા સસ્તા દરે કોઈને પણ લોન આપતા નથી. એટલા માટે જો કોઈ ખેતી માટે લોન લેવા માંગે છે તો બેંક જઈને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવડાવવું જોઈએ. જેથી તમને 3 લાખ રૂપિયા સુધીની લોન મળી જશે.
READ ALSO
- કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો
- મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?
- નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ
- યુએએન નંબર નથી, ચિંતા કરશો નહીં, આ રીતે પણ પૈસા પણ ઉપાડી શકો છો તમારા પીએફ એકાઉન્ટમાંથી
- હવે આ રીતે 18 વર્ષથી ઉપરના પણ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
