GSTV
Home » News » અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકમાં ભાજપના સાસંદ સામે પક્ષમાં જ ઉકળાટ, ભાજપનો ગઢ છતાં રોષ નડશે

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકમાં ભાજપના સાસંદ સામે પક્ષમાં જ ઉકળાટ, ભાજપનો ગઢ છતાં રોષ નડશે

Kirit Solanki

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક ભાજપને ગઢ ગણવામાં આવે છે. સિમાંકન પહેલા અને પછીથી એટલે કે 1989થી આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. 2009 અને 2014માં ડૉ. કિરીટ સોલંકીને ટિકિટ અપાઈ હતી. આ ચૂંટણીમાં તેમને ટિકિટ આપવી નહીં તેવી ઉગ્ર રજૂઆત ખુદ ભાજપનાં જ સંખ્યાબંધ કાર્યકરો અને આગેવાનોએ કરી છે.

નિરિક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દાણીલીમડા, દરીયાપુર, અસારવાના કાર્યકરો-આગેવાનોએ નિરિક્ષકોને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે, ડૉ. સોલંકી અમને કાર્યકરો ગણતા જ નથી માટે અમે તેમને શા માટે જીતાડીએ ? તેમને ફરીથી રીપિટ કરશો નહીં તેના બદલે અન્ય કોઈપણ ઉમેદવારને ટિકિટ આપશો તો અમને કોઈ વાંધો નથી.

અમદાવાદ પશ્ચિમનાં સાંસદને ફરીથી ટિકિટ નહી આપવા સ્થાનિક કાર્યકરોની રજૂઆત


નિરિક્ષકોએ આવી રજૂઆતને પગલે એવો પ્રશ્ન પૂછ્યો કે તમને લોકોને ડૉ. સોલંકી સામે આટલો વાંધો કેમ છે શા માટે તેમને ટિકિટ મળે તેનો વિરોધ કરો છો ? તેના જવાબમાં કાર્યકરો આગેવાનોએ જવાબ આપ્યો હતો કે ડૉ. કિરીટ સોલંકી મહિલાઓને જ પ્રાધાન્ય આપે છે. તેમના કામો કરે છે. અમારા વિસ્તારનાં રોડ-રસ્તા, પાણી કે ગટરનાં પ્રાથમિક કામો પણ થતા નથી. તેઓ પ્રજાની સમસ્યા ઉકેલવામાં સાવ નિષ્ફળ ગયા છે.

માનીતાઓની સંસ્થાઓને કરોડો રૃપિયાની ગ્રાન્ટ ફાળવી


દાણીલીમડાના ભાજપના જ કાર્યકરો આક્ષેપ કરતા કહે છે કે ડૉ. સોલંકીએ પોતાના ભૂતપૂર્વ પીએનાં એનજીઓને તેમજ પોતાના માનીતાઓની સંસ્થાઓને કરોડો રૃપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. તે રકમમાંથી જ જશદણમાં શૌચાલયો બનાવવામાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. એવો આક્ષેપ પણ છે કે જે કંઈ ગ્રાન્ટ અપાતી હતી તેમાંથી 30 થી 40 ટકા રકમ સંસદને પરત આપી દેવાતી હતી.  

અમદાવાદ પશ્ચિમની બેઠકમાં છ લાખથી વધુ દલિત, મુસ્લિમો છે

અમદાવાદ પશ્ચિમની બેઠક પર 15 લાખ 34 હજાર મતદારો છે. જેમાં સૌથી વધુ સંખ્યા દલિત અને મુસ્લિમોની છે. આમ છતાં કોંગ્રેસના ઉમેદવારો અહીં સારુ પ્રદર્શન કરી શક્તા નથી. આબેઠક આ બન્ને સમૂદાય ઉપરાંત પાટીદારો, બ્રાહ્મણો અને ઠાકોર, લોહાણા, જૈન, વણિક જેવા મતદારોની સંખ્યા પણ છે. આશ્ચર્યની વાત એ છે કે દલિત-મુસ્લિમો કોંગ્રેસની વોટ બેન્ક મનાતી હોવા છતાં પશ્ચિમની બેઠક પર તેઓ કોંગ્રેસની તરફેણમાં જોરદાર મતદાન કરતા નથી. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી અહીં ભાજપ જીતતુ આવ્યું છે. આથી કોંગ્રેસનું સંગઠન સાવ ઢીલુ જૂથવાદ પણ ચાલે છે. કોંગ્રેસના આગેવાનો કે કાર્યકરો લોકોનો નાના-મોટા કામો કરવા આવતા નથી. લોકોને સારા માઠા પ્રસંગોમાં પણ હાજરી આપતા નથી. જેથી તેઓને મત મળતા નથી.

અમદાવાદ પશ્ચિમની બેઠકમાં કેટલી વિધાનસભા આવે છે ? 

ક્રમવિધાનસભાનું નામમતદારોની સંખ્યા
1એલિસબ્રિજ237166
2અમરાઈવાડી262642
3દરીયાપુર184158
4મણિનગર243692
5દાણિલિમડા (જીભ)216202
6અસારવા (જીભ)199066
7જમાલપુર-ખાડિયા191474
 કુલ મતદારો1534400

Related posts

ભારતીય દિવ્યાંગ તરવૈયાનો કમાલ, 11:34 કલાકમાં કેટલિના ચેનલને પાર કરીને રચ્યો ઈતિહાસ

Path Shah

પાકિસ્તાનની ફરી કિરકિરી, આરોપો પર ટ્વિટરે આપ્યો જડબાંતોડ જવાબ

Kaushik Bavishi

રાજકોટમાં આ વાયરસે મચાવ્યો કાળો કેર, અનેક બાળકો બન્યા બિમારીનો ભોગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!