તો કિરીટ સોલંકી નહીં લડે લોકસભા ચૂંટણી, તેમની જ્ઞાતિના લોકોએ જ વોટિંગ નથી કર્યું

Kirit Solanki

આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ માટે ભાજપના નિરીક્ષક દ્વાર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. પશ્ચિમ લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાના નેતાઓ અને કાર્યકર્તાઓને ભાજપના નીરિક્ષકો મળી રહ્યા છે. આ બેઠકના વર્તમાન સાંસદ કિરીટ સોલંકીને બદલવા કાર્યકર્તાઓએ મન બનાવ્યુ છે.

થોડા સમય અગાઉ પણ મણિનગરમાં કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો.પશ્ચિમ લોકસભા માટે કિરીટ સોલંકી ઉપરાંત આત્મારામ પરમાર, રમણ વોરા, તેમજ રજનીકાંત પટેલ અને અમિત જ્યોતિકર દાવેદારો મનાઇ રહ્યા છે. ભાજપે અત્યાર સુધી બધા હોદ્દા વણકરોને આપ્યા છે પણ આ બેઠક પર વણકરનું વોટિંગ ઓછું છે અને રોહિત સમાજનું વોટિંગ વધારે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter