GSTV

કિરીટ જોશી હત્યા કેસ : પોલીસને જયેશ પટેલ વિશે ચોંકાવનારી માહિતી મળી

કિરીટ જોશીની હત્યા બાદ તેના પરિવારજનોએ જમીનમાફિયા જયેશ પટેલે જ હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે જયેશ પટેલ અને બંને હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમ્યાન પોલીસને જયેશ પટેલ વિશે અનેક ચોંકાવનારી માહિતીઓ મળી હતી.

એડવોકેટ કિરીટ જોશીની હત્યા કરાવનારો જયેશ પટેલ અનેક વખત વિવાદમાં રહી ચૂક્યો છે. જયેશ મૂળજીભાઇ રાણપરીયા એટલે કે જયેશ પટેલની મોડસ ઓપરેન્ડી જ જમીનો પચાવી પાડવાની હતી. જયેશ પડતર જમીનને શોધી તેના મૂળ માલિકને પણ ખ્યાલ ન આવે તેમ ખોટા દસ્તાવેજો બનાવી તેને વેચી નાંખતો. અને ત્યારબાદ મામલો નિપટાવવાના નામે મૂળ માલિક પાસેથી કરોડો રૂપિયા પડાવતો. આ પ્રકારે જયેશ પટેલે અનેક જમીનો પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. જયેશ પટેલ પર કુલ 27 જેટલા કેસ દાખલ છે.

જામનગરના ચકચારી 100 કરોડના ઇવા પાર્ક જમીન કૌભાંડનો કેસ ફરિયાદી પક્ષે કિરીટ જોશી લડી રહ્યા હતા. આ કૌભાંડમાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસ ઉપરાંત 5 જેટલા ગુનાઓમાં જયેશ પટેલને જામનગરની સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા અને નિયમિત જામીન મળવામાં સતત નિષ્ફળતા મળતી હતી. લાંબો સમય જેલમાં રહેવાથી તેને ઘણું આર્થિક નુકસાન થયું હતું. આ બાબતનો દ્વેષ રાખી જયેશે કિરીટ જોશીનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જયેશ પટેલ ફેક પાસપોર્ટ દ્વારા દેશ છોડી દુબઇ નાસી છૂટ્યો છે. જયેશે જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખોટો પાસપોર્ટ બનાવ્યો હતો. આમ અનેક ગુનાઓમાં સંડોવાયેલો જયેશ જ હત્યાનો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે હવે જયેશ સહિતના અન્ય આરોપીઓને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે.

Related posts

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari

Corona ઇફેક્ટ: વિદેશમાં ફસાયેલા ભારતીયોને હાલ પરત લાવવા મુશ્કેલ : કેન્દ્રએ હાથ ઉંચા કરી લીધા

Bansari

Corona વાયરસથી એવા ફફડ્યા ગ્રામીણો, ગાય-ભેંસોને પણ પહેરાવી દીધાં માસ્ક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!