મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કિરણ પટેલને લેવા માટે જમ્મુ કાશ્મીર જવા રવાના થઇ હતી. એક P.I અને એક P.SI.ની સાથે કોન્સ્ટેબલ રવાના થયા હતા. અમદાવાદના શીલજમાં સરકારી અધિકારીનો બંગલો પચાવી પાડવા મુદ્દે કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો.
ઘણા લોકો સાથે છેતરપિંડી કરી
મહત્વનું છે કે કિરણ પટેલે વડાપ્રધાન કાર્યાલયમાં પી.આર.ઓ તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખાણ આપીને ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હતી. સાથે જ કિરણ પટેલ કેટલાક મહિનાઓ સુધી કાશ્મીરમાં ફરીને સરકારના અનેક લાભો ઉઠાવતો હતો.આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ સાથે પણ ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને ઠગાઇ કરી હતી. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની સામે પણ બંગલો પચાવી પાડવા અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જવાહર ચાવડાનાં ભાઇ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને પત્ની માલિની સામે ફરિયાદ નોંધાવી હતી.
કિરણ પટેલે બંગલાના રીનોવેશન માટે રૂપિયા 35 લાખ લઈને રિનોવેશન દરમિયાન બંગલો પચાવી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું જણાવ્યું હતું. કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન કરાવીને બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવ્યું હતુ..આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપીંડી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં