GSTV
Ahmedabad India ગુજરાત ટોપ સ્ટોરી

ઠગનું કારસ્તાન! મહાઠગની જામીન અરજી શ્રીનગર કોર્ટે ફગાવી, શ્રીનગર પોલીસ કિરણ પટેલ વિરૂદ્વ જાસુસીની કલમ ઉમેરવા કરશે અરજી

ગુજરાતના મહાઠગ કિરણ પટેલની જામીન અરજી શ્રીનગર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી કિરણ પટેલ જે રીતે ઝેડ પ્લસ સુરક્ષા લઇને ફરતો હતો તે જોતા ઘણો જ ચાલાક છે. અને જો કે તેને જામીન મળે તો કેસની તપાસ પર પણ અસર કરી શકે છે.  આમ, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શ્રીનગર કોર્ટના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા કિરણ પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ટ

આ ઉપરાંત,  કિરણ પટેલ જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરવા ગયો હોવા ઉપરાંત, બ્યુરોક્રેટ અધિકારીઓ પાસેથી પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપીને કેટલીક ખાનગી માહિતી મેળવી હતી. જેથી તેના વિરૂદ્વની ફરિયાદમાં જાસુસીની કલમ  ઉમેરવા માટે શ્રીનગર પોલીસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે.

જાસુસીની કલમ  ઉમેરવા માટે શ્રીનગર પોલીસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે

ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવીને જમ્મુ કાશ્મીરમાં એક વાર નહી પણ સતત ત્રણ વાર મુલાકાત લેવાના મામલે શ્રીનગર પોલીસે ધરપકડ કરી હતી. જે કેસમાં કિરણ પટેલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા આજે શ્રીનગર કોર્ટમાં તેની સુનવણી કરવામાં આવી હતી. જેમાં કિરણ પટેલ સમગ્ર કેસની તપાસમાં નુકશાન કરી શકે તેમ હોવાનું કારણ આપીને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સાથેસાથે કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલના નામનો દુરપયોગ કરીને દેશની સુરક્ષાને જોખમમાં મુકી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

બીજી તરફ કિરણ પટેલ જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફરવા માટે ગયો હોવાની સાથે તેણે જમ્મુ કાશ્મીરની સુરક્ષાની બાબતને લગતી કેટલીક સંવેદનશીલ બાબતોની જાણકારી પણ મેળવી હોવાથી તે આ બાબતનો ખોટો ઉપયોગ કરીને દેશની સુરક્ષા પર જોખમમાં મુકી શકે તેમ હોવાથી પોલીસ તેની વિરૂદ્વ દાખલ થયેલી ફરિયાદમાં જાસુસી કરવાની કલમ ઉમેરવા માટે શ્રીનગર પોલીસ કોર્ટમાં અરજી કરશે. આ માટે પોલીસે ેએક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોની માહિતી તેણે અન્ય કોઇ લોકો જણાવી હોવાની શક્યતા છે. જેથી ેેએ બાબતે પણ તપાસ થવી જરૂરી છે.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV