પીએમઓ ઓફિસના અધિકારી ઉપરાંત અદાણી ગ્રુપ સાથે કામ કરતો હોવાની શેખી પણ મહાઠગ કિરણ મારતો રહેતો હતો. પૂર્વ મંત્રીના ભાઈને પણ કિરણે અદાણી ગ્રુપનું મોટું કામ ચાલે છે, પેમેન્ટ આવશે એટલે તમારો બંગલો ખરીદી લઈશ તેવો જવાબ આપ્યો હતો. શંકા જતા કિરણ વિરૂધ્ધ અરજી કરનાર પૂર્વ મંત્રીના ભાઈને ક્રાઈમબ્રાંચે સાત મહિના ફેરવ્યા બાદ ફરિયાદ લીધી. આ કેસમાં કિરણે કોર્ટમાં દાવો કર્યો હોવાથી તેની ધરપકડ પહેલા નોટીસ આપવાની તજવીજ પોલીસે કરી છે.

- મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો
- ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યા એક ફરિયાદી
- વધુ એક ફરિયાદ નોંધાશે કિરણ સામે
- ઘોડાસરનું મકાન છેલ્લા 5 વર્ષથી પચાવી પાડ્યુ
- અવારનવાર રજુઆત છત્તાં ફરિયાદ નથી નોંધાઈ
પૂર્વ મંત્રીના ભાઈને ક્રાઈમબ્રાંચે સાત મહિના ફેરવ્યા બાદ ફરિયાદ! : કિરણને નોટીસ આપશે

મહાઠગ કિરણ અને તેની પત્ની વિરૂધ્ધ શિલજનો બંગલો પચાવવાની કોશિષની ફરિયાદ કરનાર પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદમાં નવો ફણગો ફૂટયો છે. મહાઠગ કિરણે ફરિયાદીને અદાણી ગ્રુપમાં મોટું કામ ચાલતું હોવાનું જણાવ્યું હતું. જેનું પેમેન્ટ આવશે એટલે તમારો બંગલો ખરીદી લઈશ તેવી શેખી મારી હતી. પૂર્વ મંત્રીના ભાઈને કિરણ પર શંકા જતા તેઓ તુરત જ પોતાના બંગલોમાં રહેવા માટે આવી ગયા હતા. દરમિયાન કિરણે કોર્ટની નોટીસ મોકલી બંગલા પર દાવો કરતા પૂર્વ મંત્રીના ભાઈએ ક્રાઈમબ્રાંચમાં અરજી આપી હતી. જો કે, ક્રાઈમબ્રાંચે સાત મહિના સુધી અરજી અધ્ધરતાલ રાખી પૂર્વ મંત્રીના ભાઈને ફેરવ્યા હતા.
ક્રાઈમબ્રાંચે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી
મહાઠગના કારનામા બહાર આવતા ક્રાઈમબ્રાંચે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, એક ટીમ કિરણને નોટીસ આપવા માટે રવાના કરી છે. આ મામલો કોર્ટમાં હોવાથી ધરપકડ કરતા પહેલા સાત દિવસ અગાઉ આરોપીને નોટીસ આપી જાણ કરવી પડે તેમ હોવાથી આ પ્રોસીજર હાથ ધરાઈ છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો