GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલની પત્નીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું

જમ્મુ-કાશ્મીરમાં પીએમઓના ટોચના અધિકારી તરીકે ઓળખ આપીને સુરક્ષાનો ભંગ કરનાર કિરણ પટેલના કેસમાં તેમની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું કે તેનો પતિ એન્જિનિયર છે અને વિકાસના કામ માટે જમ્મુ-કાશ્મીર ગયો હતો. પતિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેણે કહ્યું કે તે ક્યારેય કંઈ ખોટું કરી શકે નહીં.

કિરણના પત્ની માલિની પટેલે કહ્યું, “મારા પતિ એન્જિનિયર છે અને હું ડૉક્ટર છું. તેઓ કંઈ ખોટું ન કરે. મારા પતિ વિકાસના કામ માટે ત્યાં ગયા હતા. આ સિવાય તેમનો કોઈ હેતુ નહોતો. તેમણે કંઈ ખોટું કર્યું નથી. ત્યાંના વકીલો છે જેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ ક્યારેય કોઈની સાથે ખોટું નહીં કરે.”

બીજી બાજુ પોલીસનો આરોપ છે કે કિરણ પટેલ પોતાને પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહે છે. એટલું જ નહીં, તેમણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ટોચના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે. તે ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ઘાટીની મુલાકાતે હતા. ધરપકડ કરતા પહેલા, તે નિયંત્રણ રેખા નજીક ઉરીમાં કમાન્ડ પોસ્ટ દ્વારા શ્રીનગરના લાલ ચોક પહોંચ્યો હતો.

READ ALSO

Related posts

આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો

Hardik Hingu

VIDEO : વડોદરામાં બાબા બાગેશ્વરે કારમાં બેઠા બેઠા પાણીપુરી ખાધી, જુઓ વીડિયો

Hardik Hingu

બ્રેકિંગ / વડોદરામાં બાગેશ્વર બાબા લિફ્ટમાં ફસાયા, ઓવરલોડ થતા લિફ્ટ ખોટકાઈ

Hardik Hingu
GSTV