પુડ્ડુચેરીમાં મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચેની તકરાર થમવાનું નામ નથી લઈ રહી. કિરણ બેદીએ સીએમ વી. નારાયણસ્વામીને ખુલ્લો પત્ર લખ્યો છે.

પોતાના પત્રમાં કિરણ બેદીએ લખ્યું છે કે તમે મને અને ઉપરાજ્યપાલના બંધારણીય કાર્યાલયને ઘણાં સમયથી અપમાનજનક નામોથી બોલાવી રહ્યાં છે અને નિરાધાર આરોપ લગાવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક દિવસથી ગરિમા અને શાલીનતાની રેખાને પાર કરવામાં આવી. કિરણ બેદીએ સીએમને પોતાના ઉચ્ચ પદની ગરિમા બનાવી રાખવાની વાતનો પણ ઉલ્લેખ પત્રમાં કર્યો છે.

કિરણ બેદીએ નારાયણસ્વામીને કહ્યું કે બુદ્ધે શું કહ્યું હતું તે તમને યાદ હશે, તેઓએ કહ્યું કે જો કોઈ ગાળો આપે તો તેનો સ્વીકાર ન કરો એવામાં તે ગાળ તેની પાસે રહી જાય છે જેને તેનો ઉપયોગ કર્યો હોય. કિરણ બેદીએ વધુમાં લખ્યું કે ઉપરાજ્યપાલનું કાર્યાલય સંપૂર્ણ રીતે તે વાતને ધ્યાનમાં રાખે જ છે કે પુડ્ડુચેરી અને જનતાની શું જરૂરિયાત છે.
READ ALSO
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી