ડીસામાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જાણીતી ગાયક કલાકાર કિંજલ દવે વિવાદમાં આવી છે. રાજ્યમાં જે રીતે કોરોનાનો પગપેસારો થયો છે તેને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા ગાઇડલાઇન લાગુ કરવામાં આવી છે પરંતુ લાગી રહ્યું છે કે નેતાઓ અને સેલેબ્રિટીઝ માટે આ ગાઇડલાઇનનુ કોઇ મહત્વ નથી. સરાજાહેરમાં ભાજપના નેતાઓ જ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી રહ્યાં છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાએ રોડના ખાત મહૂર્તમાં ભીડ એકત્ર કરતા સવાલ ઉઠાવવામાં આવ્યા.
કિંજલ દવેની ઝલક મેળવવા ઉમટી જન મેદની

આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર કિંજલ દવે પણ હાજર રહી હતી. ડેડોલમાં આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્યોએ કોવિડ-19ની ગાઈડલાઈનને નેવે મુકી ઘોડે ચડ઼્યા હતા. ત્યારે આ પ્રકારની ભીડ એકત્ર કરનાર વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.આ કાર્યક્રમમાં કિંજલ દવે પણ ડીસાના ધારાસભ્ય સાથે ઘોડે ચડી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આ કાર્યક્રમમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં છે.
આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા કરવાની પરવાનગી કોણે આપી?

એક તરફ જાહેર મેળાવડા અને સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં સિમિત લોકોને આમંત્રિત કરવાનો નિયમ છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની પરવાનગી કોણે આપી? વીડિયોમાં જોઇ શકાય છે કે કિંજલ દવે આ ધારાસભ્ય સાથે સેલ્ફી લઇ રહી છે. વીડિયો જોઇને લાગી રહ્યું છે કે ગાઇડલાઇન ફક્ત સામાન્ય લોકો માટે જ છે. નેતાઓ અને સેલેબ્રિટીઝને કોઇ કાયદા નથી નડતાં.
Read Also
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા