GSTV

IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 5 રને હરાવ્યું, નિકોલસ પૂરનની શાનદાર ફિફટી

કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 5 રને હરાવ્યું છે. 165 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ માત્ર 15 અને મયંક અગ્રવાલ 5 રન બનાવી આઉટ થયા હતા. ક્રિસ ગેઈલે 29 રન બનાવ્યા હતા. જ્યારે નિકોલસ પુરને શાનદાર ફિફટી ઉટકારી હતી તેણે 28 બોલમાં 53 રન કર્યા હતા. તો મેક્સેલે 32 રનનું યોગદાન આપ્યું હતું.

શિખર ધવને સળંગ બીજી મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હોવા છતાં દિલ્હી કેપિટલ્સની ટીમ તેની સદીનો લાભ ઉઠાવી શકી ન હતી અને અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં કિંગ્સ ઇલેન પંજાબ સામે દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. પંજાબ માટે નિકોલસ પૂરને ઝંઝાવાતી અડધી સદી ફટકારી હતી.

શિખર ધવને IPL કરિયરની સદી ફટકારી

આ પહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. દિલ્હીએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા હતા. ઋષભ પંત, ડેનિયલ સેમ્સ અને શિમરોન હેટમાયરને પ્લેઈંગ-11માં સ્થાન આપ્યું હતું. જ્યારે પંજાબે પોતાની ટીમમાં 1 બદલાવ કર્યો છે. ક્રિસ જોર્ડનની જગ્યાએ ઓલરાઉન્ડર જિમી નીશમને તક મળી હતી. દિલ્હી કેપિટલ્સે દુબઈ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 20 ઓવરમાં 5 વિકેટે 164 રન કર્યા હતા. શિખર ધવને પોતાના IPL કરિયરની બીજી સદી ફટકારતા 61 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 106 રન કર્યા. તે IPLમાં સતત બે મેચમાં સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો છે. તેણે ગઈ મેચમાં ચેન્નાઈ સામે 58 બોલમાં 101 રન કર્યા હતા.

શિખર ધવને સળંગ બીજી મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હોવા છતાં દિલ્હી કેપિટલ્સની ટીમ તેની સદીનો લાભ ઉઠાવી શકી ન હતી અને અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં કિંગ્સ ઇલેન પંજાબ સામે દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. પંજાબ માટે નિકોલસ પૂરને ઝંઝાવાતી અડધી સદી ફટકારી હતી.

પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, એમ. અશ્વિન, જેમ્સ નીશમ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ

દિલ્હીની પ્લેઈંગ 11: પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર (કપ્તાન), ઋષભ પંત, શિમરોન હેટમાયર, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, તુષાર દેશપાંડે, કગીસો રબાડા

READ ALSO

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સામેની છેલ્લી સિરીઝનો પરાજય આ ખેલાડીને આજેય સતાવે છે

pratik shah

બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!