GSTV
Gujarat Government Advertisement

રસ્સાકસી વાળી 38મી મેચમાં આખરે પંજાબનો 5 વિકેટે વિજય, ‘ગબ્બર’ ધવનનું શતક એળે ગયું

Last Updated on October 21, 2020 by pratik shah

IPLની 13મી સિઝનની 38મી મેચમાં મંગળવારે રાત્રે અબુ ધાબીમાં પંજાબે બાજી મારી, તેણે હાલની સિઝનમાં ટોપ ચાલી રહેલી દિલ્હીને 5 વિકેટથી પરાજય આપ્યો છે. પંજાબની ટીમે 19 ઓવરમાં 167/5 રન બનાવ્યા. આ પંજાબની જીતની હેટ્રીક રહી.

પોઈન્ટ ટેબલમાં પંજાબ 5માં સ્થાને

પંજાબની જીતમાં ક્રિસ ગેઈલે 29 રન, નિકોલસ પુરને શાનદાર ફિફટી જેમાં તેણે 28 બોલમાં 53 રન કર્યા હતા. જ્યારે મેક્સેલે 32 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબની આ સતત ત્રીજી જીત અને કુલ ચોથી જીત સાથે 10 મેચોમાં 8 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે.

પંજાબ

ધવનની બીજી સફળ સદી

દુબઈ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ રમાયેલી IPLની 38મી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ પંજાબ સામે 20 ઓવરમાં 5 વિકેટે 164 રન કર્યા છે. શિખર ધવને પોતાના IPL કરિયરની બીજી સદી ફટકારતા 61 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 106 રન કર્યા.

ખરાબ શરૂઆત બાદ ગેઈલ-નિકોલસે બાજી સંભાળી

દિલ્હીએ આપેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ માત્ર 15 અને મયંક અગ્રવાલ 5 રન બનાવી આઉટ થયા હતા. પરંતુ તે બાદ ક્રિસ ગેઈલે 29 રન, નિકોલસ પુરને 28 બોલમાં 53 રન, મેક્સેલે 32 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી શિખર ધવને સળંગ બીજી મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હોવા છતાં દિલ્હી કેપિટલ્સની ટીમ તેની સદીનો લાભ ઉઠાવી શકી ન હતી.

ધવનના નામે આ રેકોર્ડ

શિખર ધવને પોતાના IPL કરિયરની બીજી સદી ફટકારતા 61 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 106 રન કર્યા. તે IPLમાં સતત બે મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ઉલ્લેખનિય છે કે, તેણે ગઈ મેચમાં ચેન્નાઈ સામે 58 બોલમાં 101 રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતમાં આંશિક રાહત: સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો, કોરોનાને હરાવનારા લોકોની સંખ્યા 5 લાખને પાર

Pravin Makwana

ચૂંટણી પુરી- ગરજ પુરી: સળંગ ચોથા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, સરકાર જનતાને નહીં જીવવા દે

Pravin Makwana

હવામાન/ દેશના આ 15 રાજ્યોમાં વરસાદની આગાહી: ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું, વીજળી પડતા 10ના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!