GSTV
Trending Videos Viral Videos

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર સિંહ અજગરનો શિકાર કરવા જતો હોય છે તેનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વાયરલ વીડિઓમાં શાંતિથી સુતેલા અજગરનો શિકાર કરવા માટે સિંહ પ્રયત્ન કરી રહ્યો હોય છે. પરંતુ ત્યારે અજગર અચાનક હવામાં કૂદતો મારીને સિંહના મોઢા પર હુમલો કરતાં સિંહને ત્યાથી ભાગવામાં ભલાઈ સમજી શિકાર છોડી ભાગી જતો દેખાઈ રહ્યો છે.

અજગરે જંગલના રાજા સિંહને પોતાની તાકાતનો અનુભવ કરાવી દીધો

સિંહ જંગલનો રાજા હોવાના સાથે સાથે જંગલનો સૌથી ભયાનક શિકારી પણ છે, તેનો ખોફ બધા જ જાનવરને રહે છે પરંતુ તેનો મતલબએ નથી કે સિંહ બધા જ જાનવરને માત આપી શકે છે. સાંપ અને અજગર જેવા ખતરનાક જીવ વિશે આપણે સૌ જાણીએ છીએ. મોટાભાગે એકવાર સિંહના પંજામા આવેલ જીવ બચી શકતો નથી. આવા ખતરનાક પ્રાણીઓને જોતા જ બધાનું દિમાગ બે સેકન્ડ માટે બેર મારી જાય છે. જો ક્યારેક ઝેરી સાંપ કે અન્ય ઝેરી પ્રાણી ડંખ મારી દે તો બચવું મુશ્કેલ કરી દે છે. અહી એક વીડિયોમાં અજગરે જંગલના રાજા સિંહને પોતાની તાકાતનો અનુભવ કરાવી દીધો જોવા મળે છે. 

અજગરને આભાસ થઈ જતા હવામાં છલાંગ મારીને સિંહના મોઢા પર હુમલો કર્યો

ઇન્સ્ટાગ્રામના   wildmaofficial નામના એકાઉન્ટ પરના આ વીડિઓમાં એક અજગર જંગલના રાજા સિંહ પર હાવી થતો દેખાઈ રહ્યો છે, જમીન પર આરામ કરતા અજગર પર સિંહએ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, સિંહ ચૂપચાપ ધીમા પગલે ધીરે ધીરે અજગરનો શિકાર કરવા જઈ રહ્યો હોય છે કે જેથી કરીને તે અજગરને નજીકથી પોતાનો શિકાર બનાવી શકે, પરંતુ એટલામાં અજગરને આભાસ થઈ જાય છે તેથી તેણે હવામાં છલાંગ મારીને સિંહના મોઢા પર હુમલો કરે છે, જેથી બિચારા જંગલના રાજા સિંહને વીલા મોઢે ત્યાથી ભાગવુ પડે છે. આ તમે પણ આ વીડિઓ જોશો તો ચોકી જશો કે કઈ રીતે સિંહની જરાક જ આહતનો આબાસ થતા જ આ અજગર કઈ રીતે જરા પણ ડર્યા વગર સિંહ પર હમલો કરે છે અને સિંહનું ભોજન થતા પોતાને બચાવી લે છે.

Related posts

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો,

Padma Patel

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja
GSTV