GSTV

ધર્મ પર બોલ્યા કિંગ ખાન, હું મુસલમાન પત્ની હિન્દુ અને મારા બાળકો હિન્દુસ્તાન

બોલિવુડ એક્ટર શાહરૂખન ખાન હાલમાંજ ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 5નાં મહેમાન બન્યા હતા. આ દરમ્યાન તેમણે પોતાનાં બાળકોનાં ધર્મ વિશે ખુલીને વાત કરી હતી. સોશ્યલ મિડિયા પર શાહરુખ ખાનનો આ વિડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

શાહરુખ ખાનનો આ વિડિયો

પત્ની હિંન્દુ છે અને હું મુસલમાન , મારા બાળકો હિંન્દુસ્તાન

આ વિડિયોમાં શાહરુખાન નિવેદન આપે છે કે મારી પત્ની હિંન્દુ છે અને હું મુસલમાન , મારા બાળકો હિંન્દુસ્તાન છે. ઘણી સ્કૂલમાં એક ફોર્મ ભરવું પડે છે, જેમાં ધર્મનો ઉલ્લેખ કરવો પડે છે. એક વખત મારી દિકરીએ મને પૂછ્યું કે પાપા આપણે કયા ધર્મનાં છીએ તો મેં તે ફોર્મમાં એ લખ્યું કે આપણે ઈન્ડિયન છીએ. પછી કોઈ ધર્મની વાત સામે આવતી નથી. શાહરુખ ખાનનો આ વિડિયો સોશ્યલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ને તેમનો જવાબ પસંદ આવી રહ્યો છે.

દરેક તહેવાર કરે છે એન્જોય

શાહરુખ ખાન હંમેશા તહેવારો પર ફોટોઝ શેર કરતા રહે છે. તે ઈદ અને દિવાળી પર ખુલીને ઉત્સવ ઉજવે છે. ગયા વર્ષે ગણેશ પૂજા પર ઘરમાં ગણેશની મૂર્તિ સાથે અબરામની ફોટો એ લોકોનું બહોળા પ્રમાણમાં ધ્યાન ખેંચ્યું હતું. શાહરુખ ખાને ફોટો શેર કરીને ફેન્સને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદ પર પણ તેઓ દિકરા સાથે નજરે આવ્યા હતા.

READ ALSO

Related posts

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!