કેટલાક પ્રાણીઓ ખૂબ તોફાની હોય છે. જેમ કે વાંદરાઓ. કોઈને હેરાન કરવું એ તેમનું કામ જ છે. તમે જોયું જ હશે કે ઘણી જગ્યાએ મોટી સંખ્યામાં વાંદરાઓનું ટોળુ જોવા મળે છે અને આવતા-જતા લોકોને એટલા હેરાન કરે છે કે લોકો ત્રાહિમામ પોકારે છે. ક્યારેક તેઓ કોઈના ચશ્મા છીનવીને ભાગી જાય છે, તો ક્યારેક કોઈની બેગ અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ જોઈને તે જ વ્યક્તિની પાછળ પડી જાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વાનરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સાપને હેરાન કરતો જોવા મળી રહ્યો છે, તે પણ કિંગ કોબ્રા, જેને દુનિયાના સૌથી ઝેરી સાપ માનવામાં આવે છે.
જે સાપને જોઈને લોકો ભાગી જાય છે, તે સાપની સાથે વાંદરાને વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોબ્રા ફેણ ફેલાવીને બેઠો છે, ત્યારે જ નાનો વાંદરો તેની પૂંછડી ખેંચે છે. તે આવું એક વાર નહિ પણ ઘણી વખત કરે છે. તે કોબ્રાની પૂંછડી ખેંચે છે અને ત્યાંથી ખસી જાય છે. આ દરમિયાન કોબ્રા તેને કરડવાની કોશિશ પણ કરે છે, પરંતુ વાંદરો ત્યાંથી દૂર ખસી ગયો હતો. આ વીડિયો કોઈ ગામડાનો લાગે છે અને જે રીતે વાંદરાના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું છે તે જોઈને લાગે છે કે તે કોઈનું પાલતુ છે.
કિંગ કોબ્રા અને મંકીનો આ તોફાની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્વીટર પર shnoyakam નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘વાંદરો પોતાના જીવન સાથે રમી રહ્યો છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘શું વાંદરાને ખબર છે કે સાપ ઝેરી હોય છે’. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘જ્યારે ખતરો અનુભવાય છે, ત્યારે કોબ્રા પોતાનું ઝેર ઉગરે છે, ભલેને પછી તેની સામે વાંદરો જ કેમ ન હોય.’
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો