GSTV

અમેરિકાને મિસાઈલ પરીક્ષણની ‘ક્રિસ્મસ ગિફ્ટ’ આપવાની કિમની ધમકીથી તંગદિલી

Last Updated on December 13, 2019 by Mayur

ઉત્તર કોરિયા ઉપર લગાડેલા પ્રતિબંધ અમેરિકા હટાવી નહીં લે તો મિસાઈલ પરીક્ષણ કરીને ક્રિસ્મસ ગિફ્ટ આપશે એવું ઉત્તર કોરિયાનું નિવેદન આવ્યું તે પછી અમેરિકાએ પણ ધમકી આપી હતી.અમેરિકાએ કહ્યું હતું કે હવે વધારે એક પણ પરીક્ષણ થશે તો અમેરિકા પણ પગલાં ભરશે. યુનાઈટેડ નેશન્સ સિૃથત અમેરિકી રાજૂદત કેલી ક્રાફ્ટે કહ્યું હતું કે જો ઉત્તર કોરિયા હવે ફરીથી ક્રિસ્મસ અગાઉ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરશે તો અમેરિકા પણ વર્ષના અંતે વળતો નિર્ણય કરવામાં કોઈ જ કસર નહીં છોડે.

કેલી ક્રાફ્ટે કહ્યું હતું કે અમેરિકાને ઉત્તર કોરિયા ઉપર વિશ્વાસ છે કે હવે વિશ્વને ધમકી આપતું પગલું નહીં ભરે અને હવે પરમાણુ મિસાઈલનું પરીક્ષણ પણ નહીં કરે, છતાં જો આવા ઉશ્કેરણીજનક પગલાં ભરાશે તો અમેરિકા સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવશે અને બંને દેશોના નેતાઓ વચ્ચે થનારી આગામી પ્રાસ્તાવિક બેઠકો અંગે પણ ફેરવિચારણા કરશે.

થોડા દિવસ પહેલાં ઉત્તર કોરિયાએ મિસાઈલનું પરીક્ષણ કર્યું તે બાબતે પણ અમેરિકન રાજદૂતે દુખ વ્યક્ત કર્યું હતું કે એ ઘટનાની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે અમે ઉત્તર કોરિયાની બાબતે વલણ સ્પષ્ટ રાખ્યું છે, જો ઉત્તર કોરિયા સંવાદ માટે તૈયાર હશે તો એ દિશામાં પણ અમેરિકા તૈયાર હશે પણ તે માટેની શરતોનું પાલન થવું અનિવાર્ય હશે.

અગાઉ અમેરિકાએ મિસાઈલ પરીક્ષણના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની પેશકશ કરી હતી. તે પછી ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે જો અમારા ઉપર લાગેલા પ્રતિબંધો નહીં હટે તો તો અમે દુનિયાને ક્રિસ્મસ ગિફ્ટ આપીશું. આ નિવેદન પછી અમેરિકાએ પણ વળતી ધમકી આપી હતી કે ઉત્તર કોરિયા ક્રિસ્મસ ગિફ્ટ આપશે તો અમેરિકા પણ વર્ષના અંતે તેને જવાબ આપશે.

અમેરિકાના આ નિવેદન પછી ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે યુએનની સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવવો તે મુર્ખતા ગણાશે. ઉત્તર કોરિયાએ સંવાદ માટે તૈયારી બતાવી છતાં પ્રતિબંધો હટયા નથી ત્યારે મિસાઈલ પરીક્ષણની ટીકા કરવી યોગ્ય નથી.

READ ALSO

Related posts

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel

લોકમેળો/ સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો સતત બીજા વર્ષે નહીં યોજાય, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!