GSTV
Home » News » વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

બોલીવૂડની એવરગ્રીન ફિલ્મ મોહબ્બતેમાં નજરે આવી ચુકેલી અભિનેત્રી કિમ શર્મા હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેમની લવ લાઈફની ચર્ચા હોય છે તો ક્યાંરેક તેમના હોટનેસની. આજે આ અભિનેત્રી એટલા માટે ચર્ચામાં છે કારણ કે કાલે રાત્રે તે ઓટોમાં બેઠેલી દેખાઈ હતી.

મુંબઈમાં કિમ શર્મા ત્યારે ઓટો રિક્શાની સવારી કરી રહી હતી તે દરમિયાન પૈપરાજીએ તેમને કેમેરામાં કેદ કરી લીધી. કિમ આ દરમિયાન સફેદ કલરના ટોપ અને પિંક મિની સ્કર્ટમાં દેખાઈ હતી. હંમેશાની જેમ તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી પરંતુ આ વખતે ચર્ચા તેમની સુંદરતાની નહીં પરંતુ ઓટો રાઈડના કારણે થઈ રહી છે.

જે સમયે તેમને કેમેરામાં કેદ થઈ તે તે સ્માઈલ કરતી પોતાના ફોનમાં કઈક જોઈ રહી હતી. હવે કારણ જે પણ હોય પરંતુ જેણે પણ આ એક્ટ્રેસને ઓટોમાં બેસેલી જોઈ તો પોતાની આંખો પર ભરોસો થયો નહીં. આમ તો આ પહેલીવાર નથી પરંતુ ઘણીવાર કિમ શર્માં ઓટોમાં સવારી કરતી નજરે આવી ચુકી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લાં દિવસોમાં કિમ શર્માં અભિનેતા હર્ષવર્ધન રાણે સાથે રિલેશનશિપમાં હતી. આ બંને સ્ટાર્સ કેટલીયવાર એકબીજા સાથે નજરે આવ્યા હતા પરંતુ થોડા સમય પહેલા જ તેમનું બ્રેકઅપ થયુ હતુ. હવે થોડા દિવસોથી કિમ શર્માં દરેક જગ્યાઓ પર એકલી નજરે આવી રહી છે. કિમ શર્મા ક્રિકેટર યુવરાજ સિંહને પણ ડેટ કરી ચુકી છે.

READ ALSO

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!