GSTV
Home » News » મોડી રાતે લૉસ એન્જલસના રસ્તા પર ફરતી દેખાઈ કિમ, આઈસક્રીમ ખાતાં ફોટા થયા વાયરલ

મોડી રાતે લૉસ એન્જલસના રસ્તા પર ફરતી દેખાઈ કિમ, આઈસક્રીમ ખાતાં ફોટા થયા વાયરલ

હૉલીવુડ સ્ટાર કિમ કાર્દાશિયનનાં ફોટા દર થોડા દિવસે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા રહે છે. તને હંમેશા તેની ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે નાઈટ આઉટ કરતી જોઈ છે. ત્યારે હાલમાં જ તેનાં ફોટા સામે આવ્યા છે.

વાસ્તવમાં 38 વર્ષીય કિમને લોસ એન્જલસમાં એક ઓફિસની બહાર જોઈ હતી. વાયરલ થયેલાં ફોટામાં તેમણે ગ્રે કલરની હુડી સાથે મેચિંગ ટ્રાઉઝર પહેર્યુ છે.

તેની સાથે ન્યૂડ મેકઅપ તેનાં લૂકને કમ્પલીટ કરી રહ્યો છે. આ દરમ્યાન તેણે બ્લેક અને ગ્રે કલરનાં શુઝ પહેર્યા છે. અને દરવખતની જેમ આ વખતે પણ તે સ્ટાઈલિશ અંદાજમાં પાપારાઝીને પોઝ આપી રહી છે.

સામે આવેલાં આ ફોટાની ખાસિયત એ છેકે, આ દરમ્યાન આઈસક્રીમની મજા માણતી જોવા મળી રહી છે. કિમના ફોટા તેજીથી વાયરલ થઈ રહ્યા છે. જેને ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે.

આવું પહેલીવાર થયુ નથી કે કિમનાં ફોટા વાયરલ થયા હોય. તે હંમેશા પોતાના લુક્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. આઉટિંગની સાથે સાથે કિમ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અને હંમેશા ફેન્સની સાથે ફોટા શેર કરતી રહે છે.

કિમ બોલીવુડની એક્ટ્રેસ માટે રોલ મોડલ રહી છે. બોલીવુડની હસીનાઓ કિમના લુકને કોપી કરતી રહે છે.

READ ALSO

Related posts

યુરોપિયન ઓપન ક્વાટરના ફાઈનલમાં પહોંચ્યા એન્ડી મરે, એટીપી ટૂર કક્ષાની આ છઠ્ઠી જીત

pratik shah

આ રિક્ષાચાલકને એકસાથે એટલા ઈ-મેમો મળ્યા કે આંખમાં આસુ આવી ગયા

Nilesh Jethva

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!