GSTV
Gujarat Government Advertisement

નવા વર્ષમાં કિમ જોંગ ઉનની ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી : ધીરજની પરીક્ષા ન લે

Last Updated on January 1, 2019 by

ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા એટલે કે નોર્થ કોરિયાના શીર્ષસ્થ નેતા કિમ જોંગ ઉને નવા વર્ષે પોતાના સંબોધનમાં કહ્યુ છેક તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી કોઈપણ સમયે મળવા માટે તૈયાર છે. કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝનને પોતાના અહેવાલમાં આના સંદર્ભે દાવો કર્યો છે. જો કે ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ. કિમ જોંગ ઉને અમેરિકાને દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત લશ્કરી કવાયત નહીં કરવાનો પણ આગ્રહ પણ કર્યો છે. 2018ના વર્ષની સૌથી મોટી વૈશ્વિક ઘટનાઓમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની સિંગાપોર ખાતેની મુલાકાતનો સમાવેશ થાય છે.

દુનિયાએ ટ્રમ્પ અને કિમની મુલાકાતનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું હતુ. પરંતુ 2019 આવતા સુધીમાં કિમ જોંગ ઉનના તેવર બદલાયેલા લાગી રહ્યા છે. કિમ જોંગ ઉને ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તે અમેરિકાની સાથે વાત કરવા માટે તૈયાર છે. પરંતુ તેમણે પોતાનું વલણ બદલવું પડશે. કિમે કહ્યુ છે કે તે 2019માં પણ અમેરિકા સાથે એક સમિટ કરવા માટે તૈયાર છે. પરંતુ તેનો એવો અર્થ નથી કે તે કોઈ દબાણમાં છે. અમેરિકા ઉત્તર કોરિયા પર દબાણ બનાવનારા વલણમાં ફેરફાર કરવાની જરૂરત છે. ઘણાં પ્રકારના પ્રતિબંધો અને દબાણ બનાવીને અમેરિકાએ ઉત્તર કોરિયાની ધીરજની પરીક્ષા લેવી જોઈએ નહીં.

દેશવાસીઓને સંબોધિત કરતા કિમ જોંગ ઉને કહ્યુ છે કે ટ્રમ્પની સાથેની તેની મુલાકાતને આખી દુનિયાએ વખાણી છે. પરંતુ હજી પણ તે પોતાની મરજીના નિર્ણય લેવા માટે તૈયાર છે. જો અમેરિકા સતત દબાણ બનાવતું રહેશે, તો આમા કોઈપણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે નહીં. કિમે અપીલ કરી છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ હવે સંયુક્ત સૈન્ય કવાયત બંધ કરવી જોઈએ.

કિમ જોંગ ઉને કહ્યુ છે કે તેણે દક્ષિણ કોરિયા સાથે પણ પોતાના સંબંધોને સુધાર્યા છે. દક્ષિણ કરિયા સાથે ઉત્તર કોરિયાએ ઘણી સમિટ પણ કરી છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ બારમી જૂને ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત સિંગાપુરમાં યોજાઈ હતી. અમેરિકાએ દબાણ પેદા કર્યું હતું કે નોર્થ કોરિયાએ પોતાના પરમાણુ હથિયારોને નષ્ટ કરવા જોઈએ. બાદમાં ઉત્તર કોરિયાએ આના માટે કેટલાક પગલા પણ ઉઠાવ્યા હતા. જેના દુનિયાભરમાં વખાણ થયા હતા.

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!