GSTV

વિરાટને જોવા સ્ટેડિયમમાં જોવા પહોંચ્યા કિમ જોંગ ઉન, જુઓ તસવીરો

Last Updated on July 11, 2019 by Mayur Vora

એજબેસ્ટનમાં રમાયેલી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે દિવસની સમાપ્તિ પર ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 31 રનથી હરાવ્યું હતું. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એટલેકે શુક્રવારે પેવેલિયનમાં અજીબોગરીબ નજારો જોવા મળ્યો. આ અકલ્પનીય નજારાથી મેદાનની બહાર કોઈ વ્યક્તિ પોતાના હાસ્યને રોકી શક્યુ નહોતું.

ત્રીજા દિવસે રમત દરમ્યાન ટીવી પર એક અકલ્પનીય અને ફની તસ્વીર જોવા મળી. મેચના દર્શકોમાં ત્યારે આશ્ચર્ય સર્જાયુ જ્યારે સ્ટેન્ડસ પર એક વ્યક્તિને જોયો, જે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જેવો દેખાતો હતો. ખરેખર, ટેસ્ટ મેચ દરમ્યાન એક દર્શક તાનાશાહ કિંમ જોંગના પહેરવેશ જેવા જ કપડાં પહેરીને આવ્યો હતો. કિંમ જોંગનું માસ્ક ચહેરા પર લગાવ્યુ હતું. આ વ્યક્તિએ જ્યારે મેદાનમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેની સાથે-સાથે નકલી બૉડીગાર્ડ પોતાના હાથમાં રમકડાવાળા મિસાઈલ લઈને હાજર રહ્યાં હતાં.

ઈંગ્લેન્ડના દર્શકોનો એક ખાસ વર્ગ છે. આ ગ્રુપ અવારનવાર મેચ દરમ્યાન અલગ-અલગ પ્રકારની વેશભૂષા અને વિશિષ્ટ પ્રકારની પ્રખ્યાત હસ્તિઓની નકલ કરવા મેદાન પર પહોંચી જાય છે. આ દરમ્યાન સ્ટેડિયમમાં હાજર બાકીના દર્શકોનુ ભરપૂર મનોરંજન થાય છે. કિમ જોંગની એન્ટ્રીની થોડી વાર બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પહોંચ્યા હતાં. અલબત્ત, આ વ્યક્તિ કોઈ નહીં, પરંતુ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો કોસ્ચ્યુમ પહેરી આવ્યો હતો અને પછી એક તસ્વીર સામે આવી જેમાં ટ્રમ્પ અને કિમ જોંગ ઉન એકબીજા સાથે હાથ મિલાવતા હતાં.

Related posts

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!