GSTV

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Last Updated on July 31, 2021 by Harshad Patel

પોતાની ક્રુરતા અને સનકી સ્વભાવ માટે ચર્ચામાં રહેતા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને લઈને ફરી અટકળો શરુ થઈ છે. કિમ જોંગની જે નવી તસવીર સામે આવી છે તે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.આ તસવીરમાં કિમ જોંગનું વજન 20 કિલો જેટલું ઓછું થયું હોવાનુ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં તેમની સૈન્ય અધિકારીઓનું અભિવાદન કરતી તસવીરો સામે આવી હતી. જે જોઈને લાગતું હતું કે, વજન ઓછું થયા બાદ તેમને ટ્રેડમાર્ક ગણાતો માઓ સુટ પણ તેમના પર બરાબર ફીટ નથી આવતો.

એક મહિના પહેલા સરકારી મીડિયાએ કિમ જોંગની તબિયત પર ચિંતા વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે કિમની તબિયત અંગે મીડિયામાં ચર્ચા થતી નથી પણ હવે તેમના ઘટેલા વજનને લઈને ઉત્તર કોરિયાના લોકોમાં ચિંતા છે. વજનમાં ઘટાડાથી તે બીમાર હોવાની અટકળો પણ થઈ રહી છે.

આ પહેલાં ઉત્તર કોરિયાની સરકારી ચેનલે કિમ જોંગ અંગે જે અહેવાલ પ્રસારીત કર્યો હતો તેમાં એક સામાન્ય નાગરિકના હવાલાથી કહેવાયું હતું કે, દેશના લોકો કિમ જોંગની જે હાલત છે તેનાથી તુટી ગયા છે.

જાણકારોનું કહેવું છે કે, સરકારી ટીવી પર કિમની તબિયત અંગે ચર્ચા કરાવીને પ્રસિધ્ધિ મેળવવાની કવાયત હાથ ધરાઈ છે. તાનાશાહ કિમ જોંગ દુનિયાભરમાંથી સહાનુભૂતિ મેળવવા માંગે છે અને એવું દર્શાવવા માંગે છે કે, ઉત્તર કોરિયાના લોકો તેની સાથે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!