માથાના દુ:ખાવા બાદ મહિલા થઈ બેહોશ, હોશ આવતાં જ…

kim denicola

થોડું વિચારીને જુઓ કે સવારે પોતાની પત્ની ઉંઘીને ઉઠે અને તમને ઓળખવાનો ઈન્કાર કરે તો..? સ્વાભાવિક છે કે એક ક્ષણ માટે તમે મજાક સમજશો, પરંતુ આ મજાક નહીં હકીકત છે. હાલમાં જ એક મહિલાની સાથે થયુ, જે કોઈ પણ વ્યક્તિને હેરાનીમાં મૂકી શકે તેવી વાત છે.
અમેરીકાના લુસિયાનામાં એક 56 વર્ષની મહિલા કિમ ડેનિકોલાને એક દિવસ માથાનો દુ:ખાવો થયો. તેમણે પોતાના પતિને ફોન કર્યો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવી. જોકે, માથાનો દુ:ખાવો તો મટી ગયો, પરંતુ થોડી વારમાં કિમ પોતાના જીવન સાથે વિતેલી યાદો ભૂલી ગઇ હતી.

તબીબોનું કહેવુ છે કે કિમને ટ્રાન્જિએન્ટ ગ્લોબલ એમનેસિયા છે. ખરેખર, કિમની સાથે ગયા વર્ષે ઓક્ટોબરમાં આ ઘટના ઘટી હતી. કિમ એક સ્થાનિક ચર્ચમાં બાઈબલનો પાઠ કરવા પહોંચી હતી. આ દરમ્યાન તેમને માથાનો દુ:ખાવો થયો હતો. જ્યાં સુધી તેમનો પતિ આવે ત્યાં સુધી કિમની આંખો ધૂંધળી થવા લાગી હતી. થોડી વખતમાં કિમ બહોશ થઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ જ્યારે માથાનો દુ:ખાવો બંધ થયો તો કિમ બધુ ભૂલી ગઈ હતી.

નર્સે તેમને પૂછ્યું, તમને ખબર છે, આજે ક્યો દિવસ છે અને તમે ક્યાં છો? કિમે જવાબ આપ્યો, હા આ વર્ષ 1980 છે. જ્યારે કિમને પૂછવામાં આવ્યું કે દેશના રાષ્ટ્રપતિ કોણ છે? કિમે જવાબ આપ્યો કે રોનાલ્ડ રેગન. સૌપ્રથમ આ ગોટાળાનો અહેસાસ ત્યારે થયો, જ્યારે હોસ્પિટલમાં એક અજાણી વ્યક્તિ તેમની પાસે આવી અને તેમનો હાથ પકડીને રોવા લાગી અને કિમ આ વ્યક્તિને ઓળખવાનો ઈનકાર કરી રહી હતી. જ્યારે આ તેમના પતિ ડેવિડ હતાં.

કિમની યાદ્દાશ ત્યારની છે, જ્યારે તેઓ 18 વર્ષના હતાં. ત્યારબાદ તેમને કશું યાદ નથી. લગ્ન અને બે બાળકો પણ નહીં. તબીબો પણ આ વાતથી પરેશાન છે કે કિમની સાથે આવુ કેવીરીતે થયું. તેમના કેટલાય પ્રકારના સ્કેન થઈ ગયા છે અને દવાઓ પણ ચાલી રહી છે. સામાન્ય રીતે આ રીતે યાદાશનુ જવુ થોડી ક્ષણ માટે હોય છે. પરીવારજનો તેમને તસ્વીરો અને વીડિયો દ્વારા બધુ યાદ અપાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. જોકે, સારી બાબત એ છે કે કિમ સકારાત્મક વિચારધારા રાખે છે. સાથે જ એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ‘જો મારી યાદશક્તિ પાછી આવશે નહીં તો કોઈ વાંધો નથી. હું નવી યાદો બનાવી લઈશ.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter