GSTV

વડોદરા : હત્યા કે આત્મહત્યા ? પરિણીતાની હત્યામાં પતિએ કર્યું સરેન્ડર

Last Updated on August 9, 2018 by Mayur

વડોદરાના કારેલી બાગમાં પરીણિતાના શંકાસ્પદ મોતને લઈને સવાલ ઉઠી રહ્યા છે. દહેજની માંગ પૂરી ન કરવામાં આવતા પતિ અને સાસરીયાઓએ પરીણિતાને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. પરિણીતાના પતિએ પણ પોલીસ મથકે સરન્ડર કર્યું છે. પરંતુ હાલ તો  પરીણિતાની હત્યા છે કે આત્મહત્યા અંગે રહસ્ય અકબંધ છે.

તિરુપતિ ફ્લેટસમાં રહેતા પાર્થ શાહના ચાર વર્ષ અગાઉ ભીશ્મિકા જોશી સાથે પ્રેમ લગ્ન થયા હતા. જોકે ગતરાતે ભિશ્મિકા જોશીનું શંકાસ્પદ મોત થયુ અને પરિવાર દ્વારા પોલીસને જાણ કર્યા વિના મૃતદેહને એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો. અને કોલ્ડ સ્ટોરેજ મુકાયો હતો.

મૃતદેહ પર ઘસરકાના નિશાન મળી આવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. પરીણિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, પતિ પાર્થ શાહ અને તેનો પરિવાર ભીશ્મિકા પાસે ૨૫ લાખ દહેજ લાવવાનું દબાણ કરતો હતો.

Related posts

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah

આવતી કાલથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી યોજાશે ભાજપની OBC મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક, જાણો ક્યાં?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!