GSTV

આ છે ખૂની ‘ટેલિફોન’ જે 80 વર્ષ પહેલા બન્યો હતો લાખો લોકોની ‘મોત’નું કારણ

કોઈ ફોન લાખો લોકોની મોતનું કારણ બની જાય, સાંભળવામાં કંઈક વિચિત્ર લાગે છે. પરંતુ તમે આની વાર્તા સાંભળશો તો દંગ રહી જશો. આ ટેલિફોન વર્ષ 1945નો છે તેવું જાણકારો કહી રહ્યા છે. વર્ષ 2017માં અમેરિકામાં આ ફોનની હરાજી થઈ હતી, જેમાં આ ફોન અંદાજીત બે કરોડ રૂપિયામાં વેચાયો હતો. જોકે આ ફોનનો ખરીદનાર કોણ હતું તે બાબતનો હજુ સુધી ખુલાસો થયો નથી. આ ટેલિફોન જર્મનીનાં ખૂંખાર તાનાશાહ હિટલરનો હતો. તેની ગણનાં વિશ્વનો સૌથી ક્રૂર તાનાશાહોમાં થાય છે. મૂળ રૂપે આ ફોન કાળા રંગનો હતો, ત્યાર પછી તેને લાલરંગમાં રંગવામાં આવ્યો હતો.

આ ટેલિફોન જર્મનીનાં ખૂંખાર તાનાશાહ હિટલરનો હતો

આ ફોન પર હિટલરનું નામ અને સ્વાસ્તિકનું ચિહ્ન પણ કંડારેલું છે. એક રિપોર્ટસ મુજબ બીજા વિશ્વ યુદ્ધનાં પૂર્ણાહૂતી પર વર્ષ 1945માં આ ટેલિફોનને બર્લિનમાં હિટલરનાં બંકર માંથી મળી આવ્યો હતો, જ્યારથી હરાજી ના થઈ ત્યારથી વર્ષ 2017 સુધી આ ફોનને એક બોક્સમાં સંભાળીને રાખવામાં આવ્યો હતો.

હિટલરને આ ફોન વેરમેચે આપ્યો હતો, એવું કહેવામાં આવતું હતું કે 40નાં દશકામાં આજ ફોન દ્વારા હિટલર બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોતાના નાઝી સૈનિકોને આદેશ આપતો હતો, અને ત્યાર બાદ યુદ્ધ દરમ્યાન જે વ્યક્તિ પકડાય તેને યાતનાઓ આપવામાં આવતી હતી.

યુદ્ધ કેદીને ગોળી મારીને અથવા ગેસ ચેમ્બરમાં સળગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા

યુદ્ધ કેદીને ગોળી મારીને અથવા ગેસ ચેમ્બરમાં સળગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા. હિટલર યહૂદીઓનો કટ્ટર દુશ્મન હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોલેન્ડમાં હિટલરની નાઝી સેનાની યાતના શિબિરમાં અંદાજીત 10 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં યહૂદીઓની સંખ્યા વધારે હતી. તે સમયમાં તે સૌથી ક્રૂર તાનાશાહ હતો.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!