GSTV
Ajab Gajab News Trending World

ઓસ્ટ્રેલિયામાં આવી નવી મુસીબત: પહેલાં આગ હવે આ ખતરનાક કરોળિયો, 15 જ મિનિટમાં લઈ લે છે જીવ

ઓસ્ટ્રેલિયામાં આગ અને વરસાદને કારણે આવેલાં પુર બાદ હવે એક નવી મુસીબત સામે આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાનાં શહેરોમાં હવે મોતનું નવું નામ છે કરોળિયો. આ એક એવો કરોળિયો છે જેનાં કરડવાથી ફક્ત 15 જ મિનિટમાં માણસોનાં મોત થઈ રહ્યા છે. આ કરોળિયાનું નામ છે,ફનેલ વેબ સ્પાઈડર.

ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગનાં સમયે આ કરોળિયા જમીનની અંદર છુપાઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તરજ થયેલા વરસાદને કારણે આવેલાં પુરને કારણે તેઓ શહેરો તરફ ભાગવા માટે મજબુર થયા હતા.

પરિણામે ઓસ્ટ્રેલિયાનાં શહેરોમાં ફનેલ વેબ સ્પાઈડરની જાળ ફેલાઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ફનેલ વેબ સ્પાઈડરની 40 પ્રજાતિઓ છે. આ દુનિયાનું સૌથી ખતરનાક અને ઝેરી કરોળિયામાંથી એક છે. તેનાં કરડવાથી 15 મિનીટની અંદર જ માણસનું મોત થઈ જાય છે.

સિડની, ન્યૂ સાઉથ વેલ્સમાં આ કરોળિયાનો પ્રકોપ વધી ગયો છે. જોકે, આ ઝેરી કરોળિયાના ઝેરથી એન્ટી વેનમ દવાઓ બનાવવામાં આવે છે. તેનો ડંખ એટલો ખતરનાક હોય છે. કે તે જ્યાં કરડે તે જગ્યાએ લાલ રંગનું નિશાન થઈ જાય છે.

જે માણસને આ કરોળિયો કરડી લે તેનાં મોઢામાંથી તરત જ ફીણ નીકળવા લાગે છે. ભયાનક દર્દ થાય છે, માંસપેશિયો ખેંચાવા લાગે છે. ઉલ્ટીઓ થવા લાગે છે. બ્લડપ્રેશર વધી જાય છે. અને 15 મિનિટમાં જ માણસનું મોત થઈ જાય છે.

READ ALSO

Related posts

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil

ઓસ્ટ્રેલિયા / સુપરસ્ટાર ઓફ એસટીઈએમમાં ભારતીય મૂળની 3 મહિલાઓની પસંદગી કરવામાં આવી

Akib Chhipa

દિલ્લી / MCDની ચૂંટણીમાં ભાજપ-આપ નેતાઓ વચ્ચે અંગત આક્ષેપોની બોલબાલા

Nakulsinh Gohil
GSTV