ઓઢવના ચકચારી હત્યાકાંડ કેસમાં અમદાવાદ પોલિસે 48 કલાકના નજીવ સમયગાળામાં જ આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં એક મકાનમાંથી 29મી માર્ચના રોજ મોડી રાત્રે 3 મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો.

શું છે આખી ઘટના?
ઓઢવની દિવ્યપ્રભા સોસાયટીમાં બનેલા ચકચારી હત્યાકાંડમાં પરિવારના ચાર સભ્યો પત્ની, સંતાનો અને વડસાસુના હત્યારા વિનોદ ગાયકવાડને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દાહોદ એમપી બોર્ડેરથી ઝડપી સફળ ઓપરેશન પર પાડ્યું હતું. પત્નીના ચરિત્ર પર શંકા હોવાથી હત્યાકાંડને અંજામ આપ્યાની અને સાસુને પણ મારી પાંચમી હત્યા કરવાનું આયોજન હતું. જોકે સાસુને બોલાવી હુમલો કર્યા બાદ દયા આવતા જવા દીધાની આરોપીએ કેફિયત ક્રાઈમબ્રાન્ચને આરોપીએ આપી છે. બીજી તરફ જમાઈએ કરેલા હત્યાકાંડની વિગતો સાસુએ કેમ છુપાવી અને પોલીસને કેમ જાણ ના કરી તે મુદ્દો પણ શંકાના વમળો પેદા કરી રહ્યો છે.
ઓઢવની દિવ્યપ્રભા સોસોયટીમાંથી ગત મંગળવારે રાત્રે કોહવાઈ ગયેલી હાલતમાં એક જ પરિવારના ચાર સભ્યોની ડેડબોડી પોલીસને મળી હતી. પોલીસ તપાસમાં મરનાર ચારે જણાને ઘરના મોભી વિનોદ ગાયકવાડે છરાના અસંખ્ય ઘા મારી ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા. મૃતકોમાં વિનોદ ગાયકવાડની પત્ની સોનલ, 15 વર્ષીય પુત્રી પ્રગતિ, 17 વર્ષીય પુત્ર ગણેશ અને 70 વર્ષીય વડસાસુ સુભદ્રાબહેન હોવાનું ખુલ્યું હતું.

બનાવને પગલે પોલીસ તપાસમાં વિનોદે તેના સાસુને પણ ગળાના ભાગે છરીનો ઘા માર્યો હતો. જોકે સાસુએ અકસ્માતે ઇજા થયાની વાર્તા બનાવી હતી. પોલીસે આ મામલે સાસુની સઘન પૂછપરછ કરતા જમાઈ વિનોદે જ પોતાને છરી માર્યાનું કબુલ્યું હતું. જોકે પોતે પરિવારના સભ્યોની હત્યાથી અજાણ હોવાનું સાસુએ પોલીસને જણાવ્યું છે. બીજી તરફ ચકચારી હત્યાકાંડના સૂત્રધારને શોધવા ક્રાઈમબ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારોની મદદ લઇ વિનોદના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન વિનોદ એમપીથી ગુજરાત તરફ આવી રહ્યાની વિગતો આધારે દાહોદ-એમપી બોર્ડર પરથી ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીને એસટી બસમાંથી બુધવારે રાત્રે ઝડપી લીધો હતો.
વિનોદની પ્રાથમિક પૂછપરછમાં પત્ની સોનલને દોઢ વર્ષથી અનૈતિક સબંધ હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. જેના પગલે પોતે પત્નીની હત્યા કરવાનું મનોમન નક્કી કર્યું હતું. જે મુજબ ગત તા 26મી માર્ચના રોજ રાત્રીના 8 વાગ્યે પત્ની સોનલના બેડરૂમમાં પડેલો છરો લઈને ગયો હતો. સોનલને આડેધડ છરાના ઘા મારતા તે લોહીલુહાણ હાલતમાં બુમો પાડતી ઢળી પડી હતી. બાદમાં રસોડામાં જઈ દીકરા ગણેશ-દીકરી પ્રગતિને છરાના ઘા મારી અને વડસાસુને સુભદ્રાબહેનની પણ હત્યા કરી હતી.
સાસુની હત્યાના આયોજન મુજબ તેઓને વિનોદે ઘરે બોલાવ્યા બાદ હુમલો કર્યો પણ દયા આવતા હત્યાનો વિચાર માંડી વાળ્યો હતો. બાદમાં સાસુને એકટીવા પર ઘરે ઉતારી પોતે સુરત જતો રહ્યો હતો. સુરતથી અમદાવાદ એસટી સ્ટેન્ડ પર પરત આવી ત્યાંથી ઈન્દોર ગયો હતો. આ દરમિયાન દાહોદ એમપી બોર્ડર પર ક્રાઈમબ્રાન્ચે અમદાવાદ પરત આવતા એસટી બસમાંથી મૂળ મહારાષ્ટ્રના અને હાલ નિકોલના રહેવાસી 40 વર્ષીય વિનોદ મારૂતિ ગાયકવાડને ઝડપી લીધો હતો.
READ ALSO:
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો