GSTV
Crime Trending

ઉર્દૂ બોલવા પર નિર્દયતાથી ચાકુ મારીને કરવામાં આવી હત્યા, જીવની ભીખ માંગતો રહ્યો સગીર

બેંગ્લોરમાં સોમવારે (4 એપ્રિલ, 2022)ના દિવસે 22 વર્ષિય યુવકની ઉર્દૂ ના બોલવા પર ત્રણ યુવકોએ નિર્દયતાથી ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. ઘટના બેંગ્લોરના જેજે નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ ચંદ્રુ તરીકે થઈ છે, તે સોમવારે પોતાના મિત્રો સાથે પાર્ટીમાં ગયો હતો. બપોરે આશરે અઢી વાગ્યે તે જમવા માટે નીકળ્યો હતો.

મહિલા

જ્યારે તે હલેગુડ્ડાહલ્લી નજીકથી પસાર થતો હતો ત્યારે તેની બાઇક બીજી બાઇક સાથે સહેજ અથડાઇ હતી. જે બાદ બાઇક સવાર શાહિદ પાશા ચંદ્રુ સાથે દલીલ કરવા લાગ્યો હતો. વિવાદ વધતો ગયો અને ત્યારબાદ આરોપી શાહિદે ચંદ્રુ પર ચાકુ વડે હુમલો કર્યો.

એક ન્યુઝ અહેવાલ મુજબ, શાહિદ પાશાના કેટલાક અન્ય સહયોગીઓએ પણ આમાં તેને સમર્થન આપ્યું હતું. હકીકતમાં વિવાદ દરમિયાન ચંદ્રુએ ઉર્દુમાં વાત કરીને પછી કન્નડમાં વાત કરી. આનાથી ગુસ્સે થઈને ભીડે તેની સાથે પહેલા મારપીટ કરી અને ત્યારબાદ તેના પર ચાકુનો હુમલો કરવામાં આવ્યો. ગંભીર રૂપથી ઘાયલ ચંદ્રુને દવાખાને લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યુ હતું.

જીવની ભીખ માંગી છતા હત્યા કરી દેવામાં આવી

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી શાહિદ પાશા અને તેના મિત્રો ચંદ્રુને નિર્દયતાથી મારતા જોઈ શકાય છે. આ દરમિયાન તેઓએ હવામાં તલવારો અને છરીઓ પણ લહેરાવી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલો ચંદ્રુ આરોપી પાસે જીવની ભીખ માંગે છે અને તેને ત્યાંથી જવા દેવાની વિનંતી કરે છે, પરંતુ આરોપી પર તેની કોઈ અસર થતી નથી.

હત્યા

આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે 21 વર્ષીય શાહિદ પાશા, 22 વર્ષીય શાહિદ ગોલી અને એક સગીરને ચંદ્રુની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મેળવેલા સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

બેંગ્લોર પોલીસ કમિશનર કમલ પંતે ટ્વિટ કર્યું કે, શાહિદે ચંદ્રુને તેની જમણી જાંઘ પર ચાકુ માર્યું અને તે સ્થળ પરથી ભાગી ગયો. પોલીસ કમિશનરે કહ્યું કે, ચંદ્રુ ખ્રિસ્તી સમુદાયનો છે. તે તેના મિત્ર સાઇમન રાજ સાથે મૈસૂર રોડ પર એક ભોજનશાળામાં ગયો હતો. પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

READ ALSO:

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV