કપિલ શર્માનો શોનો મહત્તવનો કોમેડિયન એટલે કે કીકૂ શારદા અને અન્ય 6 લોકો વિરૂદ્ધ અંબોલી પોલિસ થાણામાં આર્ટ ડાયરેક્ટર નિતિન કુલકર્ણીએ FIR નોંધાવી હતી. આ કેસ નિતિને પોતાના પૈસા ન મળવાના કારણે કર્યો છે. 50.70 લાખ નહીં આપવા બદલ ધ મુંબઇ ફેસ્ટ નામના ચેરીટેબલ ટ્રસ્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ખરેખર ઘ મુંબઈ ફેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના નાગરિકોના કલ્યાણ અને સંસ્કૃતિને વધારવા માટે કરવામાં આવી હતી. દર વર્ષે મુંબઈમાં, તેઓ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે જે લગભગ ત્રણ દિવસ ચાલે છે. ફરિયાદ કરનાર નીતિન કહે છે કે તેમને ગયા વર્ષે મુંબઇ બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી ધ મુંબઇ ફેસ્ટ ઇવેન્ટના સેટની રચના કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કામ પૂરું થતાં તેમણે 50.70 લાખ રૂપિયાનો ચેક આપયો, જે પાછળથી બાઉન્સ થઈ ગયો.


ટ્રસ્ટના વકીલ અનૂપ પાંડે કહે છે કે તેણે તમામ પ્રકારના કાગળો અને પ્રમાણપત્રો પોલીસ સ્ટેશનમાં જમા કર્યા છે. કિકુ શારદાના પિતા આ ટ્રસ્ટના સેક્રેટરી છે પરંતુ કિકુ શારદાને આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતાં આ કેસમાં તેનું નામ નોંધાયું છે.

કિકુ શારદા કહે છે, “હું અન્ય સેલિબ્રિટીઓની જેમ આ કાર્યક્રમમાં પહોંચ્યો હતો, હું આ ટ્રસ્ટનો સભ્ય નથી. હા, મારા પિતા આ ટ્રસ્ટના સેક્રેટરી છે, પરંતુ મારું નામ બળજબરીથી આ કેસમાં ખેંચવામાં આવી રહ્યું છે.”
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…